Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્વ વસ્તુઓ મળે છે; “નથી' એ જ નથી મળતું. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણિનો જ છે; અને માયા-લોભ-મદ-ભય-શોક અને જુગુપ્સા કેવળ કર્મગ્રંથને વિષે જ છે. વળી વિતંડાવાદ, નિગ્રહસ્થાન, અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા અને છલ ત્યાં તર્કશાસ્ત્રમાં છે, (પ્રજાને વિષે) ચાલતા નથી.
આવી આ નગરીને વિષે, કલ્પવૃક્ષની પેઠે અર્થીજનોનાં મનવાંછિત પુરનારો અને શત્રુઓના સેંકડો સૈન્ય પર વિજય મેળવનારો શતાનીક નામનો રાજા હતો. તે સમુદ્રના જેવો ગંભીર, મેરૂપર્વત જેવો અચળ, વાયુના જેવો બળવાનું અને સૂર્યના જેવો તેજસ્વી હતો. વળી તે અમૃતસમાન મધુર, ચંદ્રમા સદશ શિશિર (ઠંડો), બૃહસ્પતિ તુલ્ય નીતિજ્ઞ, અને રામ જેવો નીતિમાન હતો. પણ એનામાં એક દૂષણ હતું. પરસ્ત્રીથી દૂર રહેતા છતાં, પર(શત્રુની) રાજ્યલક્ષ્મીને નિઃશંક મને (એમની) ઈચ્છા વિરુદ્ધ સંગ્રહ કરતો ! ત્યાં મહામૂર્ખ અને દરિદ્રશિરોમણિ એવો એક સેડુબક નામનો બ્રાહ્મણ રહેતો હતો.
પોતાની સ્ત્રીની સાથે સ્થિતિને અનુસરતા ભોગ ભોગવતાં એક પુલિન્દની પેઠે મહાકષ્ટ કરીને એણે કેટલાક દિવસ નિર્ગમન કર્યા, એવામાં એની સ્ત્રીને ગર્ભ રહો. ગર્ભવતી એવી તે એકદા કહેવા લાગીઘી વગેરે તમે લઈ આવો સુવાવડમાં એ વસ્તુઓ જોઈશે. બ્રાહ્મણે કહ્યુંહે પ્રિયે ! હું એ ક્યાંથી લાવું ? અમાસના ચંદ્રમાની પેઠે મારામાં પણ એક પણ કળા નથી. કળાહીનપણાને લીધે મને કંઈ પણ મળતું નથી; લોકોમાં એ કળા જ મૂલ્યવતી ગણાય છે; જાતિ કે કુળ કાંઈપણ મૂલ્યવાળા ગણાતાં નથી. એ વખતે બ્રાહ્મણીને બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહેવા લાગી-તમે જઈને રાજાને વળગો-એથી જ તમને લક્ષ્મી મળશે. અર્થીજનોનાં મનવાંછિતને પૂરવામાં શક્તિમાન હોઈને રાજાઓ જ કામકુંભ છે; (બાકી જે) કામકુંભની વાર્તા છે તે તો અસત્ય છે. પણ આ રાજાઓ સામા માણસના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી; દેવોની પેઠે અત્યંત ભક્તિથી જ એમની મહેરબાની મેળવી શકાય છે. બ્રાહ્મણીનાં આવાં વચન અંગીકાર કરીને બ્રાહ્મણ પુષ્ય ફળ-પત્ર આદિ લઈ જઈને મહાઆદરસહિત શતાનીકરાજાની નિરંતર સેવા કરવા લાગ્યોઃ બુદ્ધિહીના
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૫