Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વળી પુત્રવધુઓ પણ કાષ્ટના પાત્રમાં તુચ્છ આહાર દઈને કુતરાને નાખે એમ અવજ્ઞાથી એને આપવા લાગી; અને ધિક્કાર છે એમને કે નાક મચકોડતી, મુખ બગાડતી, ખભા મરડતી અને ત્રાંસી આંખે જોતી થુંકવા લાગી. એવાં વધુઓનાં આચરિત જોઈ વિપ્રે વિચાર્યુ-એઓ ભલે એવી ચેષ્ટાઓ કરે; મારે પારકી પુત્રીઓનો શો દોષ કાઢવો ? આ મારા પુત્રોનો જ એમાં દોષ છે કે જેઓ મારી જ સંપત્તિ લઈને મારે જ મસ્તકે પગ મૂકવા તૈયાર થયા છે ! અથવા તો તળાવની કૃપાથી એમાં રહેલું જળ વૃદ્ધિ પામે છે ત્યારે એ તળાવના જ કિનારાને તોડી નાખે છે ? વળી સુવર્ણ સમાન તેજસ્વી એવો જે અગ્નિતે જે કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થાય છે તે કાષ્ટને જ પ્રથમ બાળી નાખે છે માટે આ કૃતજ્ઞ પુત્રોને મારા અપમાનનું ફળ સત્વર દેખાડું જેથી મારું વેર વળે.
આ પ્રમાણે વિચાર કરીને સર્વ પુત્રોને બોલાવી એણે કહ્યું - આ કુષ્ઠ રોગને લીધે દુઃખી થવાથી મને વિરક્તભાવ ઉત્પન્ન થયો છે. માટે હવે આપણો કુળાચાર કરીને હું પ્રાણ ત્યાગ કરવા ઈચ્છું છું. એ સાંભળીને પુત્રો તો જાણે અમૃતનું પાન કરતા હોય નહીં એમ હર્ષ પામ્યા. “બહુ જ સારું થયું કે એ મરવાને તૈયાર થયા છે; વગર ઔષધે વ્યાધિ જતો હોય તો ભલે જાય.” એમ વિચારીને કહેવા લાગ્યા-હે તાત ! અમને આજ્ઞા આપો; આપનું કહ્યું કરવાને અમે તૈયાર છીએ. પિતાએ કહ્યું-એક પુષ્ટ અંગવાળા છાગ (બોકડા)ને તમે અહીં લઈ આવો. તેને વિવિધ મંત્રોથી પવિત્ર કરીને હું તમને સોંપીશ. પછી તમે તેને સૌ સાથે મળીને ભક્ષણ કરજો કે જેથી આપણા કુળને વિષે શાન્તિ અને આરોગ્ય થશે.
“હે પ્રિયે, આજે બળદને પ્રસવ થયો છે.” એમ લોકો કહેતા તો તે વાતને પણ સત્ય માનનારા એવા (ભોળા) સેડુબકે પણ કોણ જાણે કેમ આ વખતે પ્રપંચ રચ્યો; અથવા તો લોકોને શિક્ષા વિના પોતાની પાપબુદ્ધિની ખબર પડતી નથી. પેલા પુત્રોએ તો પિતાનો પ્રપંચ નહીં સમજીને એના કહેવા પ્રમાણે પશુ આણીને એને આપ્યો; અથવા તો
લા, અમને આ
અંગવાળા છાગ અને સોંપીશ. પછી શક્તિ અને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૯