Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૦૭-૨. પ્રતિબંધ. નડતર. ૨૦૭–૪. ભોગાવળી કર્મ. સંસાર ભોગવવા રૂપ કર્મ. ૨૦૮-૧૦. સુધાથકી પર એવું ભોજન...ઈત્યાદિ. અહિં “સુધા (ભૂખ), અને ભાવતા ભોજનની પ્રાપ્તિ-એ બે એકસાથે કોઈ ભાગ્યશાળીને જ થાય છે.” એમ જોઈએ. (ભૂખ લાગી હોય અને ભાવતું ભોજન મળી જાય-એવું કોકને જ થાય છે). ૨૦૮-૨૨. જેનો કોઈ સ્વામી ન હોય એવું ધન રાજાનું છે. પૂર્વે નિપુત્ર ગુજરી જતા ધનિકોનું ધન રાજાના ભંડારમાં જતું. જુઓ: नौव्यसने विपन्नस्य सार्थवाहस्य धनमित्रस्य राजगामी अर्थसंचयः (શકુન્તલા નાટક અંક ૬ છે.) વળી પુત્ર નાગકેતુના મૃત્યુથી નિષ્પન્ન થયેલા શ્રેષ્ઠીનું દ્રવ્ય હસ્તગત કરવા આવેલા રાજાની વાત કલ્પસૂત્રમાં પણ છે. ૨૦૭–૧૨. ગુરૂ આદિના ઉપદેશ વિના, કોઈ વસ્તુના નિમિતે કરીને બોધ પામેલા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. એમની સંખ્યા ચૌદહજાર કહેવાય છે. એમાં વિશેષ પ્રસિદ્ધ ચાર છે. વળી પોતાની મેળે જ, જાતિસ્મરણ વગેરેથી પ્રબુદ્ધ થાય એઓ “સ્વયંબુદ્ધ' કહેવાય છે. ૨૧૦-૧૬. એની સાથે પ્રકા...ઈત્યાદિ. એને દેવાનો સંકલ્પ કર્યા પછી. ૨૧૦-૧૮. પુરૂષોના વચનની પેઠે કન્યા...ઈત્યાદિ. જુઓ - सकृत् जल्पन्ति राजानः सकृत् जल्पन्ति सज्जनाः। सकृत् कन्याः प्रदीयन्ते त्रीण्येतानि सकृत्सकृत् ॥ ૨૧૧-૧૩. લક્ષણ. વિશિષ્ટલિંગ characteristic. (શ્લોકનું). ૨૧૧-૧૬. પંચધારાએ વહેતી...ઈત્યાદિ. અહિં “તૃપ્તિ પર્યતા જમી ઉભા થયેલાને જેમ પાંચધારી લાપશી પણ અરૂચિકર છે તેમ” અમે જોઈએ. ૨૧૧-૨૮. માધુકરી વૃત્તિ. મધુકર-ભ્રમર પુષ્પમાંથી રસ ચૂસે છે પણ પુષ્પને ઈજા આવવા દેતો નથી તેમ સાધુ-યોગીજન ગૃહસ્થને ૨૯૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322