Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 316
________________ निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठीअ । अवबुहथिरीकरणे वच्छलप्पभावणे अट्ठ ॥ (અતિચારની આઠ ગાથામાંની ત્રીજી). ૨૨૯-૨૬. મયૂરના છત્ર. અહિં મયૂરછત્ર' એમ વાંચવું. એ એક જાતના પુષ્પના છોડવા થાય છે. ૨૩૦–૧૩. માળ પરથી પડેલાને પ્રહાર કરવો. પડ્યા પર પાટુ મારવું. ૨૩૦-૧૨. ચૈત્યપરિપાટી. સર્વ ચૈત્યો-જિનમંદિરોએ દર્શન કરવા જવું. ૨૩૦-૨૫. પ્રત્યાખ્યાન/પચ્ચકખાણ. ત્યાગ, વિરમવું, ના કહેવી. Rejection, Denial જેમકે, મારે અસત્ય બોલવાના “પચ્ચકખાણ' છે મેં અસત્ય ભાષણ કરવું ત્યર્યું છે. મારે આજે ચારે આહારના પચ્ચકખાણ છે હું આજે સર્વ પ્રકારના આહારથી વિરમું છું-સર્વ પ્રકારનો આહાર ત્યનું છું. ૨૩૧-૧૨. સ્થાળ કચોળાં. થાળી વાટકા. જમવાના થાળી વાટકા પણ શેઠને નહિં રહ્યા હોય ! અહો ! કેવી દરિદ્રતા ! ૨૩૧-૨૬. મયૂરછત્ર અને સાંકળી. રાજા જેના પર રીઝતા તેને રાજકુમારના ચિન્હ તરીકે આ પ્રમાણે છત્ર, કંઠી, મશાલ, છડી, વાહન વગેરે આપતા એ વાત સુપ્રસિદ્ધ છે. ૨૩૩-૮. સાત ક્ષેત્ર. જિનપ્રતિમા, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ સાત. ૨૩૪-૪. કાળશૌકરિક. એ નામનો એક કસાઈ હતો, જે હમેશાં પાંચસો પાડાનો વધ કરતો કહેવાય છે. ૨૩૪-૨૭. કર્દમ. કચરો, ગારો. ૨૩૫-૧. બંધ અને પાત...ઈત્યાદિ. ગુણ એટલે અનાજ, કરિયાણા વગેરેથી ભરેલા કોથળાઓને જ બાંધવા પડતા (બંધ); અને એમની થપી કરેલી હોય એ જ વખતે પડી જતી (પાત). ૨૩૫-૩. કર્મગ્રંથ. જેમાં કર્મનું સ્વરૂપ વર્ણવેલું છે એ ગ્રંથ. એમાં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૩૦૧

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322