Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 314
________________ ત્યાંથી ભિક્ષા લે છે તે એને અડચણ ન આવે, પાછળ જમનારાને અગવડ ન આવે એમ લે છે એટલે એ “માધુકરી વૃત્તિ' કહેવાઈ. એને “ગોચરી' ભિક્ષાવૃત્તિ પણ કહે છે; ગાય જેમ ભૂમિપર ઉગેલું ઉપર ઉપરથી ચરે છે અને પાછળ રહેવા દે છે એમ ગૃહસ્થને ત્યાં પાછળ રહેવા દઈ સાધુ થોડું થોડું વ્હોરે-લે. એમ ગોચરી, માધુકરી આદિ શબ્દો સમાનાર્થ વાચી છે. ૨૧૪-૧૫. સાળો વરના ચરણ બાંધે છે તેમ. સરખાવો:સાળો વરના પગનો અંગુઠો થોભી રાખે છે. (પૃષ્ટ ૬૧ ૫. ૧૫) ૨૧૬-૧૬. સ્થાનભ્રષ્ટ નખ, કેશ આદિ. જુઓ:राजा कुलवधुः विप्राः मंत्रिणश्च पयोधराः। स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः ॥ (સુભાષિત ભાંડાગાર). ૨૧૬-૨૦. યુગશમિલા ન્યાય. મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાન્ત કહ્યાં છે એમાં એક આ દષ્ટાન્ત પણ છે. ૨૧૭-૩. બસ ચલનસ્વભાવી, હાલી ચાલી શકે એ “બસ' જીવ કહેવાય છે. વનસ્પતિ આદિ હાલી ચાલી ન શકે એ “સ્થાવર' કહેવાય છે. ૨૧૭-૧૦. મૂર્છા. લોભ, અસંતોષ ૨૧૭-૨૬. ગોશાળ. એ શ્રીવીરનો એક ક્ષુદ્ર શિષ્ય હતો; તે રફતે રફતે ગુરૂથી વિરૂદ્ધ પ્રરૂપણા કરતો ફરતો. ૨૨૧-૧૯. શૈલેશીકરણ. ચૌદમે “અયોગી” ગુણસ્થાનકે મુનિજનો શૈલેશ-મેરૂની જેમ સર્વ આત્મપ્રદેશ સ્થિર કરી રહે છે એ “શૈલેશીકરણ” કહેવાય છે. ૨૨૧-૨૦. અયોગી (મુનીંદ્રો). “અયોગી' નામના ચૌદમે ગુણસ્થાનકે રહેલા. અહિં મન, વચન અને કાયાનો “અયોગ' એટલે યોગનો ત્યાગ' થાય છે એ પરથી “અયોગી' કહેવાય છે. ૨૨૨-૨. અનેક સત્વોથી સંપૂર્ણ. અનેક આશ્ચર્યકારી બનાવોથી ભરપૂર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૯

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322