Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 311
________________ સર્ગ પાંચમો) ૧૯૭-૫. નિમાળાથી યુક્ત. અહિં “નિમાળાથી ભરપૂર' વાંચવું. ૧૯૭-૧૪. નિન્દા મૂર્ખ જનોની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન મુંઢાઓને વિષેજ હતું” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એઓને જ કુટવા-કાપવા પડતા. (લોકોને વિષે છેદન, બન્ધન, કુટ્ટન કે નિપીડન-એમાંનું કંઈ પણ દુઃખ ન્હોતું.). ૧૯૭-૨૧. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહીભૂતો પણ નષ્ટ થતા હતા” એમ વાંચવું. મહીભૂત (૧) રાજા, (૨) પર્વત. નષ્ટ થતા હતા (૧) નાશી જતા હતા, (૨) નાશ પામતા હતા. ૧૯૮-૧૬. રાવણને અને શિવને હતી તેવી મૈત્રી. જૈન માન્યતા અનુસાર રાવણ દઢ શ્રદ્ધાવાન સમકિતી શ્રાવક હતો. એવાને શિવની સાથે મૈત્રી કે પરિચય હોવાની વાત આ કાવ્યગ્રંથના કર્તા શા માટે અને કયા જૈનગ્રંથમાંથી લાવ્યા હશે? ૧૯૮-૨૧. કૃષ્ણલવણ, નિમ્નપત્ર આ બે વસ્તુને એના સ્કુટ અર્થમાં લઈએ તો તે કંઈ નવાઈની વસ્તુ તરીકે દૂર દેશાવર ભેટ મોકલવા જેવી કહેવાય નહિં. માટે એ બે કોઈ નવાઈની અમૂલ્ય વસ્તુઓ હોવી જોઈએ. ૧૯૮-૨૬. ચક્ર. (૧) ચક્રવાક પક્ષી (જેને, સૂર્ય હોય ત્યારે સંયોગરૂપ આનન્દ થાય); (૨) માંડળિક રાજાઓનું મંડળ. ૧૯૯–૧. વૃત. (૧) અન્ધકાર, (૨) વિરોધીઓ. ૧૯૮-૧૨. કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળો. શક્તિ (૧) સામર્થ્ય (૨) કાર્તિકેયનું એ નામનું શસ્ત્ર. અપ્રતિહત=જેને કોઈ હઠાવી ન શકે એવું. જુઓ: માસી રૂવ પ્રતિદત: ક નામ રાજા” શ્રીમદ્ બાણભટ્ટની કાદમ્બરી પૃષ્ટ ૧. ૧૯૯-૧૧. શાશ્વતી. કાયમની, હમેશને માટે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૯૬

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322