Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૧૭૫-૨૬. આલોચના. પોતાથી કંઈ પાપાચરણ થઈ ગયું હોય એ ગુરૂ સમક્ષ પ્રકાશિત કરી એને માટે પશ્ચાત્તાપ કરવો. “આલોચના” નો શબ્દાર્થ “વિચારી જવું” છે.
૧૭૬-૧૭. અતીત, અનાગત અને વર્તમાનના જાણનારા. આવું જ્ઞાનબળ ધરાવનારા મહાત્માઓની વાત, કુરૂક્ષેત્રના યુદ્ધને વર્ણવતા મહાભારત'ના સહોદર જેવા, Iliad માં મહાન ગ્રીક કવિ હોમરે પણ કરી છે. જુઓ:
"That sacred seer whose comprehensive view “The past, the present and the future knew."
| (lliad Bk. I. L. 93-94.) ૧૭૭-૨૧. અહમિંદ્ર. જેને માથે કોઈ સ્વામી નહિ એવા ઈન્દ્ર. (નવ “રૈવેયક” તથા પાંચ “અનુત્તર વિમાન” ના ઈન્દ્ર અહમિન્દ્ર છે.)
૧૭૭-૨૭. સૂર્યની મૂર્તિના કિરણો. સૂર્યના કિરણો. સૂર્ય અહિં કુમારિકાનું ઉપમાન છે તે એની “જાતિ'નું જોઈએ માટે “સૂર્ય' શબ્દની જગ્યાએ “સૂર્યની મૂર્તિ -એ શબ્દ વાપર્યો છે.
૧૭૮-૧૮. પૂર્વે દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એમ. શ્રી કૃષ્ણના શાંબ અને પ્રધુમ્ન નામના પુત્રોએ, મદિરાના નશામાં કરેલા પ્રાણાંતક પ્રહારથી કોપાયમાન થયેલા દ્વિપાયન ઋષિએ મૃત્યુ પામ્યા બાદ અસુરના અવતારમાં દ્વારિકા નગરીને અગ્નિનો વર્ષાદ વરસાવી ભસ્મસાત કરી તે વખતે જેમણે જેમણે “ચારિત્ર' લેવાની ઈચ્છા જણાવી હતી તેમને ખાત્રી કરી કરીને અંદરથી બહાર કાઢ્યા હતા-એમ વાત છે.
૧૮૦–૧૧. કાશ્યપ મુનિની પેઠે. પોતાની પુત્રી ન્હોતી એવી શકુન્તલાને આપીને કાશ્યપ ઋષિ દુષ્યન્ત રાજાના શ્વશૂર થયા હતા એમ.
૧૮૦-૬. નવે નિધાન...વગેરે. અત્યારે પ્રચલિત કહેવત આમ છે-નિધિ અને અષ્ટ મહાસિદ્ધિ.
૧૮૦-૧૭. પાંચ પ્રકારના વિષયો. પાંચે ઈન્દ્રિયોના વિષયો. ૧૮૦-૧૧. રાજ્યલક્ષ્મીની સાથે રહે. રાજ્યવૈભવ ભોગવે. ૧૮૧-૨૮. હીલના કરવી. અપવાદ બોલવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯૩