Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 283
________________ સદશ એવો. ૭૭-૧૨. કાકતાલીય ન્યાયથી. અણધાર્યા. કાકનું બેસવું (થાય) ને તાડનું પડવું (થાય)-એવી અણધારી રીતે. સરખાવો “ધૂણાક્ષર ન્યાય.” (પૃષ્ટ ૭૪-૨૧). ૭૭–૧૩. શૌર્યગુણ વડે...ઈત્યાદિ. શૂરવીરતામાં સિંહ, મદોન્મત્તતામાં નાગ-હસ્તિ, ગંભીરતામાં સમુદ્ર અને ધૈર્યગુણમાં હેમાચળ પ્રસિદ્ધ છે; પણ આ મારા સ્વામી તો એ બધાં કરતાં ચઢી જાય છે. ૭૮–૧૪. દષ્ટિને વિષે લીન...ઈત્યાદિ. આવોજ વિચાર એક સ્થળે મહાન અંગ્રેજ કવિ શેકસ્પીયરે દર્શાવ્યો છે: "All senses to that sense did make their repair "To feel only looking on fairest of fair: “Methought all his senses were locked in his eye, “As jewels in crystal for some prince to buy." ૭૮-૧૫. તિલોત્તમા. એ નામની એક સ્વર્ગની અપ્સરા. ૭૯-૨૧. ચક્રવાક અને ચક્રવાકી. મહાત્માના શાપથી, રાત્રીના સમયમાં વિરહાવસ્થા ભોગવતું કલ્પેલું પક્ષીયુગલ વિશેષ. અમૃતવલ્લી. અમરવેલ નામની લતા. ૮૦-૫. રસજ્વર. શરીરમાં ઉત્પન્ન થતા રસમાં કંઈક ગોટાળો થઈ જવાથી આવતો વર-તાવ. ૭૮-૨૪. રુકિમણીનો કૃષ્ણ ઉપર રાગ બંધાયો હતો. રૂકિમણી વિદર્ભ દેશના રાજા ભીખકની પુત્રી હતી. પિતાએ પુત્રીનું વેશવાલ શિશુપાલ સાથે કર્યું હતું. પરંતુ એનો ગુપ્ત પ્રેમ કૃષ્ણ ઉપર હોવાથી એણે એને પત્ર દ્વારા જણાવ્યાથી એ (કૃષ્ણ) આવીને એનું હરણ કરી ગયો હતો. ૮૦–૧૬. પદ્મદ્રહ. સ્વર્ગમાં એ નામનો એક દ્રહ (ધરો) છે. ૮૦–૨૭. ભારંગપક્ષી. કવિકપિત પક્ષી વિશેષ. ૮૧-૧. ચિત્રા અને સ્વાતિ. સત્યાવીશ નક્ષત્રો ગણાવ્યાં છે. એમાં આ ચૌદમું અને પંદરમું-એમ જુદાં જુદાં નક્ષત્રો છે. એટલે એમનો ઉદય એક સાથે હોય નહિં. છતાં થાય તો ઈષ્ટ-ઈચ્છવા યોગ્ય જ ૨૬૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322