Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૧૩૨-૧૮. અંદર આવ્યો. અંદર લાવવામાં આવ્યો. સિદ્ધકરેલો તૈયાર કરેલો, રાંધેલો.
૧૩૨-૨૦. યોગ્યચૂર્ણ અહિં “યોગચૂર્ણ' વાંચવું.
૧૩૪-૪. ગૌતમ ગણધરે દેશના આપી. શ્રી તીર્થકર ભગવંતની દેશના પૂરી થયા પછી બીજી પૌરૂષીને વિષે ગણધર દેશના આપવા બેસે છે–એના ત્રણ ગુણ બતાવ્યા છે. એક તો પ્રભુને ખેદાપનોદ એટલે વિશ્રાન્તિ મળે છે, બીજું શિષ્યનું સામર્થ્ય પ્રકાશમાં આવે છે. અને ત્રીજું, બન્ને બાજુએ (ગુરૂરાજ તથા શ્રોતૃવર્ગને) પ્રતીત થાય છે.
૧૩૪-૧૭. ઉત્તરસાધક. સહાયક.
૧૩૫-૧. ઈન્દુલેખાની પેઠે...ઈત્યાદિ. ઈન્દુલેખા એટલે ચંદ્રમા પરલોક પામે-અસ્ત થાય ત્યાં સુધી યોગીજનો આસનબદ્ધ રહે છે. પછી જ એઓનું આસનબંધન છૂટે છે અને એઓ સિદ્ધિ-મનોવાંછિત પ્રાપ્ત કરે છે–એ પ્રમાણે જ્યારે હું પરલોક પામું (મૃત્યુ પામું) ત્યાં સુધી તું સંસારબદ્ધ રહે. પછી છૂટીને તારૂં મનોવાંછિત પૂર્ણ કરજે.
૧૩૫-૭. સંધ્યાસમયના મેઘના રંગ...ચપળ જીવિત. મનુષ્યની જંદગીને સર્વ ધર્મવાળાઓએ આવા જ શબ્દોમાં વર્ણવી છે:
"Like the dew on the mountain, "Like the foam on the river, "Like the bubble on the fountain, “Thou art gone, and for ever."
(English poet). "Life is like a dream, a sleep, a shadow, a vapour, water spilt on the ground, a tale that is told, not only short but contemptible."
(The Bible) ૧૩૫-૨૬. સમુદ્રતરંગવત ચંચળ...ઈત્યાદિ. લક્ષ્મી, યૌવન આદિ, સંસારીની પ્રત્યેક વસ્તુની ચંચળતા દર્શાવનારો, પ્રભુ પાસે રક્ષણ માગતા ભક્તજનના મુખમાંથી નીકળેલો એક સુંદર શ્લોક જેમાં આ મેઘકુમારની સર્વ દલીલોનો સમાવેશ થઈ જાય છે, તે મને યાદ આવવાથી અહિં ટાંકી બતાવવાની અભિલાષા રોકી શકતો નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૩