Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરેલી પ્રભુની સ્તવના, જે “નમુત્થણ' નામથી ઓળખાય છે એ, અર્થાત પાંચ “નમુત્થણ' વગેરે કહેવા પૂર્વક.
૧૪૧-૬. ક્ષેત્ર સમાસ. પૃથ્વી-પૃથ્વીપરના દેશો આદિ ભૂગોળ સંબંધી, હકીકતનું વર્ણન જેમાં કરેલું છે એવો ગ્રંથ છે.
૧૪૧–૧૧. વિભવ. વૈભવ-રાજપુત્ર તરીકેનું મહત્વ.
૧૪૨-૩. નૂતન ગૃહને વિષે...ઈત્યાદિ. નવા જ ઘરમાં, ઘર બંધાઈ તૈયાર થયું ત્યાં જ એમાં આગ લાગે-એમ..થયું.
૧૪૩-૨. સૂર્યના અશ્વો. આપણા કવિઓ જેમ, સૂર્યને અશ્વો જોડેલા રથમાં બેસી આકાશમાં સંચાર-પ્રયાણ કરતાં કહ્યું છે (અને એમની ધીમી કે ઉતાવળી ચાલને લઈને દિવસો લાંબા કે ટુંકા થાય છે એવી પણ અલંકારિક કલ્પના કરવામાં આવે છે) એમ પાશ્ચિમાત્ય કવિજનો પણ સૂર્યને એવા જ કાલ્પનિક લેબાસમાં વર્ણવે છે. જુઓ:
"Gallop apace, you fiery-footed steeds "Towards Phoebus' lodging; such a waggoner "As Phaeton would whip you to the west "And bring in night immediately".
(Romeo and Juliet). ૧૪૩-૨૦. જવાસાને લીલો જ રાખ્યો. “જવાસો' નામની વનસ્પતિ આવે ચે એ ગ્રીષ્મઋતુમાં લીલીછમ રહે છે અને ચોમાસામાં સૂકાઈ જાય છે.
૧૪૫-૨૩. જિનકભી. સ્થવિરકભી અને જિનકભી-એમ બે પ્રકારના મુનિ કહ્યા છે. જેનામાં, શ્રી જિનપ્રભુ પાળતા એવો કઠિન કલ્પ એટલે આચાર પાળવાની શક્તિ વિદ્યમાન હોય એ “જિનકભી'. (એ આચાર તપ, શ્રત, સત્વ, બળ અને વિહાર એ પાંચ વાનાં પરત્વે છે).
૧૪૬-૧. ભયભીત ભિલ જેમ. અહિં “બિલ લોકોથી ભય પામીને માણસ જેમ” એમ જોઈએ.
૧૪૬-૧૪. ત્રેતાયુગ. (૧) કૃતયુગ અથવા સત્યયુગ, (૨) ત્રેતાયુગ, (૩) દ્વાપરયુગ અને (૪) કલિયુગ-આમ ચાર યુગ ગણાવ્યા છે. એમાં ધર્મ અનુક્રમે ઘટતો ઘટતો પળાતો આવ્યો છે. કૃતયુગમાં ૨૮૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)