Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 289
________________ અર્થે) ‘સોળ સંસ્કાર' કરવાના કહ્યા છે. એમાંનો આ એક સંસ્કાર છે. બીજા ષષ્ઠીજાગરણ, નામકરણ, ચૂડાકરણ, ઉપવીત...વગેરે છે. ૧૦૯. મેઘકુમારનો સમસ્યા વિનોદ. હાલની સ્ત્રીઓની વિદ્વત્તા, અરે ! ખરી કેળવણીના અભાવના જમાનામાં તો આપણે આવા વિનોદ આદિ પુસ્તકમાંથી વાંચીને જ સન્તોષ માની બેસી રહેવાનું છે. ક્યો રાજપુત્ર કે કહેવાતો ગૃહસ્થ પણ પોતાની પત્ની સાથે આવું ગોષ્ટીસુખ અનુભવતો હશે ? પૂર્વના આચાર્યોએ રાસ વગેરે કથાનુયોગના ગ્રંથોમાં અનેક અનેક સ્થળોએ નાયકનાયિકાના લગ્નની પ્રથમ રાત્રી વગેરે અવસરોએ આવા આનન્દજનક પ્રસંગો ચીતર્યા છે તે અત્યારની લક્ષાધિપતિઓની સંતતિ સુદ્ધાં વિકટ નિશાના ઘોર સ્વપ્ન જ સમજશે ? હા, લક્ષ્મી ! તારે સરસ્વતીની સાથે કયા ભવનું વેર હશે ! સરસ્વતી ! તારે પણ શું લક્ષ્મીની સપત્ની તરીકે જ જન્મારો કાઢવો છે ? ૧૧૪-૧૨. ગુરૂજન. વડીલ; માતપિતા, (અહિં) જ્યેષ્ટબન્ધુ નન્દિવર્ધન આદિ. ૧૧૪-૧૪. નિ:સંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરન્તુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારાનુસાર, એક દેવદૂષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂક્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.) ૧૧૪-૧૫. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (૧) અનન્ત વીર્ય, (૨) અનન્ત જ્ઞાન, (૩) અનન્ત ચારિત્ર અને (૪) અનન્ત દર્શન. ૧૧૪-૧૬. ઉપસર્ગો. તિર્યંચ-અસુર આદિ કૃત કાયક્લેશ. ૧૧૪-૧૬. ઘાતિકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર ‘ઘાતિ' કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ‘ઘાત' કરનારા છે (કેવળજ્ઞાન થવા દેતા નથી.) ૨૭૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322