Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 285
________________ ૮૭–૪. અગ્નિશમાં. દુર્ભાગી બ્રાહ્મણનું નામ, જ્યાં ત્યાં અગ્નિશમાં જ સંભળાય છે. ૮૮-૨૨. વીચિતરંગ ન્યાયે. જળને વિષે એક મોજું બીજાને ધક્કો મારે છે, બીજું ત્રીજાને ધકેલે છે અને એ પ્રમાણે દૂર દૂર સુધી જળકલ્લોલ પહોંચી જાય છે એમ. હાલના વિજ્ઞાનની-વિદ્યુતની પ્રગતિના જમાનામાં તો સાબીત પણ થયું છે કે જળનાં જ મોજાં કે કલ્લોલોની જેમ હવાના અને અવાજના કલ્લોલો (waves of air and sound) ધક્કેલાઈ ધક્કેલાઈને અલ્પકાળમાં એટલે દૂર દૂર જાય છે કે સાધારણ બુદ્ધિવાળાને એ વાત ગળે જ ન ઉતરે. ૮૯–૯. ઋક્ષ (ભક્તિ) લૂખી; કંઈ લેવું દેવું ન પડે એવી; વણિક્ મિત્રની તાળી જેવી. ૮૯-૧૦. રાજપિંડ...ઈત્યાદિ. સાધુઓને રાજાના ઘરનો પિંડ (આહાર વગેરે) અગ્રાહ્ય છે. એનાં કારણો વિસ્તાર સહિત આચારાંગ સૂત્રના અધ્યાયમાં બતાવ્યાં છે. ૮૯–૧૪. માસક્ષપણ. મહિનાના ઉપવાસ. ૮૯-૧૬. શિરોબાધા. માથાનો દુ:ખાવો. ૮૯-૨૦. અભિગ્રહ નિયમ ગ્રહણ કરવો. ૮૯-૨૨. આ લોકો ક્ષુધા કેવી રીતે...ઈત્યાદિ. અહિં આ (નીચે રહેલા) નારકીના જીવો ક્ષુધા કેમ સહન કરતા હશે એ જોવા, જાણવા ઈચ્છતો હોયની એમ અધોમુખ મુદ્રિકા ધારણ કરી રહ્યો” એમ જોઈએ. ૯૧-૧૨. બાળ તપસ્વી. અજ્ઞાન તપસ્વી; (લાભાલાભ) સમજ્યા વિના તપશ્ચર્યા કરનાર. ૯૧-૧૬. અલ્પકિ. અલ્પ સમૃધ્ધિવાળો ૯૧-૨૧. લેશ્યા. મનોવૃત્તિ. ૯૩-૪. અપવાદ ઉત્સર્ગ કરતાં બળવાન છે. ઉત્સર્ગસામાન્ય નિયમ. અપવાદ-વિશિષ્ટ નિયમ. અપવાદ્વૈરિવોત્સા: તવ્યાવૃત્તય: પરે: કુમારસંભવ સર્ગ. ૨. શ્લોક ૨૭, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૭૦

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322