Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
(દેવતાએ પોતાની માયા વડે બહુ બહુ પ્રકારે પરીક્ષા કરી તે સર્વમાં) રાજાની પૂર્ણ દઢતા જાણીને પેલા દેવતાએ પોતાનું રૂપ પ્રકટ કર્યું અને એ હર્ષ સહિત બોલ્યો-હે રાજન્ ! દેવતાઓની સભામાં ઈન્દ્ર તને જેવો પ્રશસ્યો છે તેવો જ તું છે; અથવા એથી પણ અધિક છો. પ્રકાશ કદિ અંધકાર થઈ જાય; મેરૂ પર્વત કદિ ચલાયમાન થાય, જળ કદિ અનિરૂપ થાય, અમૃત વિષ થઈ જાય; અથવા સૂર્ય કદિ પશ્ચિમ દિશામાં ઉદય પામે; તોપણ, હે સત્યના ભંડાર ! તું કદિ પણ સમ્યકત્વથી ચલિત થવાનો નથી. સમુદ્રના મહિમાનો પાર પામી શકાય પરંતુ તારા મહિમાનો પાર સર્વથા અલક્ષ્ય જ છે. મારા જેવા તારું કયા પ્રકારનું સન્માન કરી શકે એમ છે ? તોપણ હું કંઈક તારું સન્માન કરવાને ઈચ્છું છું. તેથી હું તને આ હાર અને આ બે ગોળા આપું છું તેનો તું સ્વીકાર કર. એમાં આ હાર જે છે તે બુટશે તો એને જે સાંધશે તેનું મૃત્યુ થશે. એમ કહીને એ બે ગોળાઓ અને હાર રાજાને આપીને ક્ષણમાં જતો રહ્યો. (એ ત્રણ વસ્તુઓમાં) એકલા એક હારનું જ મૂલ્ય મગધના રાજ્યના મૂલ્ય જેટલું હતું.
પછી રાજાએ કપિલાને બોલાવીને ગૌરવ સહિત કહ્યું-હે શુદ્ધમતિ ! તું મુનિઓને આદર સહિત ભિક્ષા આપ. તું જેની શોધમાં છે તે સર્વે હું તને આપીશ. કારણ કે મુનિદાન જે છે તે ઉત્તમ છે. કપિલાએ કહ્યું- હે રાજા ! તમે મને કદાપિ સર્વ સુવર્ણમય બનાવી ધો તોપણ હું એ કરવાની નથી; કારણકે મેં આટલો બધો કાળ મારા. આત્માને મુનિદાનથી કલંકિત કર્યો નથી તો હવે થોડા માટે કોણ એ દૂષણ વહોરી લે ? રાજાએ એને પત્થર સમાન જાણીને પડતી મૂકી.
પછી એ કાલશૌકરિક કસાઈને કહ્યું-તું તારી પ્રાણીવધ કરવાની વૃત્તિ પડતી મૂક. તું દ્રવ્યને અર્થે એવું પાપકાર્ય કરે છે તો ચાલ હું તને એટલું બધું દ્રવ્ય આપું કે તું કુબેરભંડારીની જેવો થઈ જા. પેલાએ કહ્યું-આ મારી વૃત્તિ કેવી રીતે પાપરૂપ કહેવાય ? એનાથી તો નિરંતર પુષ્કળ પ્રાણીઓ હયાતિ ભોગવે છે (જીવે છે). માટે એને હું કેવી રીતે ત્યજી શકું ? મારી એવી ઈચ્છા છે કે એને એ જ મારી વૃત્તિમાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૭