Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમ વિચારીને એ દેડકો કુદતો કુદતો અમને વંદન કરવાને આવવા નીકળ્યો એવામાં માર્ગને વિષે, હે રાજન્ ! તારા અશ્વોની ખરી નીચે દબાઈ ગયો; અને મૃત્યુ પામ્યો. મરણસમયે શુભધ્યાન રહ્યું એથી એ દેવયોનિને વિષે ઉત્પન્ન થયો છે અને દર્દનાંક એવું એનું સાર્થક નામાભિધાન છે. ભાવ થકી તો એ સૂર્ય સમાન છે; એની ક્રિયા જ એક ખદ્યોત (પતંગીઆ) જેવી છે. આ વખતે દેવતાઓની સભામાં, હે રાજન ! ઈન્દ્ર તારી પ્રશંસા કરી; કારણ કે ગુણીજનોનો પરના ગુણો પર પક્ષપાત હોય છે. ઈન્દ્ર એમ કહ્યું કે- આ વખતે ભરતક્ષેત્રને વિષે શ્રેણિકરાજા જેવો કોઈ શ્રાવક નથી. મણિ તો બહુ છે પરંતુ ચિંતામણિ તુલ્ય કોઈ મણિ નથી. એ શ્રેણિકને સુર તેમજ સુરેન્દ્ર-કોઈ પણ જૈન ધર્મથી ચળાવવાને સમર્થ નથી. જેવી રીતે જિનેશ્વર ભગવાનના વચનને ગુરુકર્મી પ્રાણી સત્ય માનતો નથી, તેવી રીતે એ દક્રાંકદેવે ઈન્ટે કરેલી વાતને સત્ય માની નહીં તેથી એ (દક્રાંકદેવ) આ તારી પરીક્ષા કરવાને આવ્યો હતો. એણે અમારા ચરણ પર ગોશીષચન્દનનું વિલેપન કર્યું છે પરંતુ તારી દષ્ટિને મોહ પમાડીને અન્ય દેખાડ્યું છે.
શ્રેણિકરાજાએ પુનઃ કહ્યું- હે ભગવંત! એ વાત તો હું સમજ્યો; પણ ત્યારે એણે જે માંગલિક અને અમાંગલિક શબ્દો કહ્યા એનો હેતુ શો સમજવો તે જણાવશો. ભગવાને કહ્યું-એણે મને “મરો” એમ કહ્યું તે એવા અભિપ્રાયથી કે આ ભવને વિષે રહેતાં તો કષ્ટ જ છે અને મૃત્યુ પછી મને મોક્ષ મળવાનો છે તો મોક્ષ પ્રાપ્ત થાય માટે “મરો” એમ કહ્યું છે. વળી હે રાજન ! તને આ જન્મમાં જ સુખ છે; મૃત્યુ પછી તો નરક મળવાની છે; માટે જ તને એણે “જીવો” એમ કહ્યું છે. અને અભયકુમારને બંને કલાં એ એવા અભિપ્રાયથી કે એ આ જન્મમાં ધર્મકાર્યો કરે છે અને મૃત્યુ પછી અન્યજન્મમાં પણ એ દેવગતિમાં જવાનો છે. માટે એ જીવો કે મરો એ બંને સરખું છે. કાલશૌકરિકને એણે બંને વાતનો નિષેધ બતાવ્યો એ એવા અભિપ્રાયથી કે આ જન્મમાં એ પાપ કાર્યો કરે છે અને મૃત્યુ પછી એ સાતમી નરકે જવાનો છે.
૨૪૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)