Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ પ્રમાણે શ્રેણિક રાજા ચિંતવન કરતો હતો ત્યાં વીરપ્રભુને છીંક આવી એટલે પેલા કુષ્ઠીએ એમને કહ્યું-તમે મૃત્યુ પામો (મરો), એવામાં રાજાને છીંક આવી ત્યારે એણે કહ્યું-(ઘણું) જીવો, વળી અભયકુમારને છીંક આવી ત્યારે એણે કહ્યું-જીવો અથવા મરો, અને કાલશૌકરિકને છીંક આવી ત્યારે એણે કહ્યું-તું ન મર કે ન જીવ. એ કુષ્ઠીએ આવું આવું કહ્યું એટલે તો હોમમાં ઘી નાખવાથી અગ્નિ જાજ્વલ્યમાન થાય એમ રાજા અધિક કોપાયમાન થયો. “એણે એક તો પ્રભુ તરફ એવું (અસત્) આચરણ કર્યું અને વળી આવાં દુર્વાક્યો કહ્યાં-એ બરાબર દાઝયા ઉપર ડામ જેવું થયું. સમવસરણમાં છે તેથી એને હું શું કરુંબહાર આવે એટલે એને સ્વાદ ચખાડું.” દેશના પૂરી થઈ એટલે કુષ્ઠી પ્રભુને નમીને ચાલવા લાગ્યો ત્યાં તો રાજાએ પોતાના માણસોને એને પકડી લેવાની સંજ્ઞા કરી. પણ જેવા એ સેવકો એને અટકાવવા ગયા તેવામાં તો દિવ્યરૂપ ધારણ કરીને પક્ષીની પેઠે ઊંચે આકાશમાં જતો રહ્યો. એટલે એમણે આવીને એ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યું. તે પરથી વિસ્મય પામીને રાજાએ ત્રણ જગતના સ્વામી વીરપ્રભુને પૂછ્યું-હે ભગવન્ ! આ કોઢીઓ તમને ચરણે પરૂ ચોપડી ગયો અને વળી હમણાં દિવ્યરૂપ લઈ આકાશમાં જતો રહ્યો-એ કોણ હતો ?
(શ્રેણિકરાજાનો આ પ્રશ્ન સાંભળીને) હસ્તતળને વિષે રહેલા આમળાની જેમ વિશ્વની સકળ વસ્તુને જાણનાર પ્રભુએ એનું વૃત્તાન્ત મૂળથી કહેવું પ્રારંભ કર્યું
હે રાજા ! ગાયો, વૃષભો અને વત્સો જ્યાં ચર્યા કરે છે એવા વત્સદેશને વિષે, જઘન્ય તેમજ ઉત્તમ લોકોની માતા હોય નહીં એવી કૌશામ્બી નામે નગરી છે. તે નગરીના દેવમંદિરના શિખરો પર હાલતી ધ્વજાના વસ્ત્ર લોકોને આચારને વિષે તત્પર જોઈને પ્રીતિ વડે નૃત્ય કરતો ધર્મ જ હોય નહીં શું (એવા દેખાય છે !) શ્રીમંત અને ઉદાર નાગરિકોના ઉત્તમ ફરસબંધીથી શોભી રહેલા ગૃહોને વિષે જે યક્ષકર્દમ હોય છે તે સિવાય નગરને વિષે અન્યત્ર ક્યાંય કર્દમ દેખાતો નથી. તેની, અનેક વસ્તુઓથી ભરેલી એક સરખી દુકાનોને વિષે, દ્રવ્ય આપતાં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૪