Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જતી રહેલી લક્ષ્મીને પણ ધર્મને પ્રભાવે પાછી વાળી ! પછી થોડા વખતમાં સુથારોને બોલાવીને શેઠે ઘર પણ સમરાવ્યું, એક તંબોળી જેમ નાગરવેલના ઢગલાને કરે તેમ.
પછી નિરંતર પુત્રો-પુત્રવધુઓ અને પૌત્રો, સૌ કંઈક ભયે અને કંઈક ભાવે, શેઠે કહેલા તે ધર્મકાર્યો કરતા હતા. એક દિવસ આળસ કરીને એ વંદનાદિ કર્યા વિના રહેલા તેથી શેઠે એમને પૂછ્યું કે આજે તમે પોતપોતાના અનુષ્ઠાન કેમ કર્યા ? તેઓએ ઉત્તર આપ્યો કે-હે તાત ! અમે રાજદ્વાર થકી મોડા આવ્યા એટલે પરિશ્રમને લીધે નિદ્રા આવવા માંડી-એ કારણથી અમે દેવવંદન આદિ કંઈ કર્યું નથી. એ સાંભળી શેઠે કૃત્રિમ કોપ કરીને કહ્યું કે-તમે તમારું પોતાનું કહેલું કેમ અત્યારમાં જ ભૂલી ગયા. થોડા વખત પહેલાં હળ ફેરવવું પડતું હતું તેથી શ્રમ પડતો નહોતો; ને હવે વાહનમાં બેસીને જાઓ આવો છો એમાં શ્રમ પડે છે ! હવે તમને વગર ચિંતાએ ભોજન મળે છે તેથી અતિશય સુખલંપટપણાને લીધે તમારાં શરીર ફુલી ગયાં છે એટલે તમને ધર્મકાર્ય કરવા ગમતાં નથી. માટે હવે પેલો કાગળ લાવીને, તમારું પોતાનું લખેલું રદ કરો કારણ કે પુત્રોને બીજો શો દંડ હોય ?
એ સાંભળીને પુત્રો પિતાને ચરણે પડ્યા અને કહેવા લાગ્યાઅમે એક વાર ભૂલ્યા, અમને કુબુદ્ધિ ઉપજી; હવેથી અમે અમારું પ્રતિપાદન કરેલું નિરંતર કરીશું, માટે અમારા પર કૃપા કરી આ અમારો અપરાધ ક્ષમા કરો. શેઠે એ સાંભળી એમને ક્ષમા કરી. એઓ પણ ત્યારપછી ધર્મકાર્યોને વિષે નિરંતર પૂર્વવત્ પ્રવૃત્તિ કરવા લાગ્યા; અથવા તો કહેલું છે કે પોષણ કરવા લાયક એવી જે પ્રવૃત્તિઓ છે તે પોષણ કરનારાઓને જ આધીન છે. ચાલો આપણે પોતપોતાના અનુષ્ઠાન વહેલાં વહેલાં કરી લઈએ; નહીંતર પિતાશ્રી આવશે તો આપણને ઉપાલંભ દેશેઆમ વિચારીને પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો સર્વે વંદન પ્રતિક્રમણ આદિ એમના આવ્યા પહેલાં કરી લેતા. આ પ્રમાણે એઓ પ્રતિદિન કરતા એથી એમનું મન ધર્મકાર્યને વિષે લીન થયું.
કોઈ વખત માંદગી આદિના કારણને લીધે પોતાના ધર્મકાર્ય ન
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૨