Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
થયા છે. વળી ચરણને વિષે જેમ વ્રણ તેમ આ ભીંતોમાં પણ ફાટ પડેલી છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં ઓરડામાં ઉત્તમ ઉલ્લોચ જડેલા હતા ત્યાં પણ કરોળીઆઓએ જાળાં બાંધી દીધા છે. આમ પોતાની પૂર્વદશાને સંભારતાં અને વર્તમાનને અવલોકતાં શેઠે સૌને લઈને ઘરમાં પ્રવેશ કર્યો, અને પુત્રવધૂઓ પાસે ગોમયનો એક ગોમુખ કરાવી ત્યાં બે જળના કુંભ મૂકાવ્યાં.
શેઠના નાગદેવ આદિ પુત્રો તો ગળીઆ બળદોની પેઠે ભૂમિ પર લાંબા પગ પસારીને પડ્યા. શેઠે એમને કહ્યું-ઘણો સમય થયાં તમે જિનમંદિરનાં દર્શન કર્યા નથી માટે તમે સર્વ સ્થળે જઈને દર્શન કરી આવો. એ સાંભળીને તો પુત્રો ક્રોધે ધમ-ધમાયમાન થઈ કહેવા લાગ્યાહે પિતાજી ! તમે હજુ પણ ધર્મનો કેડો મૂકતા નથી ? અમારા જેવા માર્ગના શ્રમથી ખિન્ન થયેલાને તમે ચૈત્યપરિપાટી કરવા જવાનું કહો છો તે નિશ્ચય માળ પરથી પડેલાને પ્રહાર કરવા જેવું છે. પણ શેઠે તો કહ્યું- હે પુત્રો ! તમે ક્ષણવાર તો ઉઠો અને દેવને વંદન કરો કે જેથી આપણને ઈષ્ટ ભોજન મળે. આ સાંભળી પુત્રો-આ શ્વાનની પેઠે ભસતા રહેશે નહીં-એમ કહીને તેની સાથે દેવદર્શન કરી આવ્યા. ઘેર આવીને શેઠે કહ્યું-ચાલો હવે હું તમને શાળ-દાળ આદિનું ભોજન કરાવું; કારણ કે દેવવંદન ઈચ્છિત આપવાવાળું છે. પણ પુત્રોએ કહ્યું-તમારા દાળભાતને દૂર રાખોને; અમને ફક્ત પેંશ જ ઈષ્ટ છે તેના જ પારણા કરાવો. પણ દઢ શ્રદ્ધાવાળા પિતાએ કહ્યું-હવે તમે પેંશનું નામ જ મૂકો, તમને શાળ આદિ આપું તો કહો તમે શું ધર્મકાર્ય કરશો ? પુત્રોએ કહ્યું-હે તાત ! તમે દુષ્કર એવાં પણ ધર્મકાર્યો કરવાનું કહેશો તે અમે હર્ષસહિત કરીશું.
શેઠે કહ્યું-જો એમ હોય તો તમારે નિરંતર ત્રણકાળ દેવપૂજન, બે વખત પ્રતિક્રમણ, ચૈત્યવંદન, શક્તિને અનુસરીને પ્રત્યાખ્યાન ઈત્યાદિ ઉભયલોકને વિશે સુખકારી એવા ધર્મકાર્ય કરવાં. એટલે “આપણે રાત્રિને વિષે શીત, દિવસે તાપ, વખત બે વખત કુભોજન, પગે કાંટા વાગવા ઈત્યાદિ અનેક દુઃખ સહન કર્યા છે; તો આવા વંદન, પ્રતિક્રમણ પ્રમુખ
૨૩૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)