Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
છે તે તો ભંડારમાં જ છે. એ સાંભળી દેવે કહ્યું- હે શ્રેષ્ઠી ! તેં પારકા પુષ્પોએ પૂજન કર્યાથી પણ સુગતિ ઉપાર્જન કરી છે એ હું તને આપી શકતો નથી; પરંતુ હું કંઈ તારે માટે કરું છું-તારા ઘરના ચારે ખૂણામાં તને નિધાન પ્રાપ્ત થશે. એમ કહીને એ દેવતા સદ્ય પોતાને સ્થાનકે ગયો.
હવે જિનદત્ત શેઠ તો શહેરમાંથી પોતાના ગામડામાં જઈ પોતાના પુત્રોને કહેવા લાગ્યો-હે પુત્રો ! ચાલો આપણે શહેરમાં જઈએ. પેલાઓએ ઉત્તર આપ્યો-હે પિતા ! તમારું ગાંડપણ હજુ ગયું નહીં ! વારંવાર આટલી બધી હેરવણી ફેરવણી કોણ કરશે ? અહીંયાં તેલ ને ઘેશા મળે છે તેથી શું તમારું ચાલતું નથી ? વળી અહીંયાંથી પણ છેક ભ્રષ્ટ થઈશું માટે અમે તો આવતા નથી; તમે એકલા જાઓ; કારણ કે ભમ્યા કરવાથી શું દારિદ્રય છેદાવાનું છે ? એ સાંભળી પિતાએ કહ્યું-શુકનથી મેં ત્યાં લાભ જેવું જોયું છે; આપણે આપણા નગરમાં જઈએ એથી વખતે આપણી દશા વળવી હોય તો વળે. પુત્રોએ કહ્યું-જો તમારે ન જ રહેવું હોય તો ભલે એમ કરો-એમ કહીને એઓ પણ અનુમત થયા. (કારણ કે હવે એમને શુભ કર્મ ઉદય આવ્યા હતા) પછી શેઠ કુટુંબપરિવાર સહિત શહેરમાં આવ્યા.
આવીને પોતાને ઘેર જઈ જુએ છે તો એ તદ્દન નિર્માલ્ય થઈ ગયેલું માલુમ પડ્યું, એ પરથી શેઠ વિચારવા લાગ્યો-અહો, આ ઘરના દ્વાર પણ ભેગા થઈ ગયા છે—જાણે શેઠ ક્યારે આવશે એનો વિચાર કરવાને જ હોય નહીં ! આ દ્વાર પણ મારા ગાલની પેઠે ઢીલા થઈ ગયા છે; અને ભીંતમાંથી મારા દાંતની જેમ, ઈંટો પણ નીકળી ગઈ છે. વળી મારા વાળની જેમ આ ઘરનાં ઢાંકણરૂપ લાકડાં જતા રહ્યા છે; ચિત્રશાળાનાં ચિત્ર વનમાં મલની પેઠે ગળી ગયાં છે; ઉંદરોએ ધાન્યની સ્પર્ધાથી જ હોય નહીં એમ ધુળના ઢગલા કર્યા છે; અને મયૂરના છત્રની જગ્યાએ લીંબડો ઉગ્યો છે. વળી અમે જંગમોએ જે ભાગ્ય ગુમાવ્યું છે તે ભાગ્ય આ તૃણવલ્લી આદિ સ્થાવરોને આવી મળ્યું છે. મારાં ભાગ્યની પેઠે આ પાટીઆં પણ પોતાના સ્થાનથકી ચલિત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૯