Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કે તેં આ પ્રમાણે ક્ષણવારમાં રાજ્ય ત્યજીને દીક્ષા લેવા માંડી છે. પણ હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે તે પ્રતિબંધક છે. માટે જ્યાં સુધી એ પૂરેપૂરાં ક્ષય પામે ત્યાં સુધી વિલંબ કર. કારણ કે નિકાચિત કર્મ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી; એ ભોગાવલી કર્મ બાકી હોય ત્યાં સુધી જિનેશ્વર ભગવાન્ પણ દીક્ષા આચરતા નથી માટે એમના શેષ અનુયાયીઓએ પણ તેમજ આચરણ કરવું. તેથી એ કર્મ ભોગવી લીધા પછી જ તું દીક્ષા ગ્રહણ કરજે, હમણાં આગ્રહ ત્યજી દે; કારણ કે જે પુન: પાછળથી ઉત્પન્ન થવાનું છે તેનો હમણાં નાશ કરવાથી પણ શું ?” એ પરથી એણે પોતાના પૌરૂષ' વિષે ખૂબ મનન કર્યું; અને દેવતાના વચનને નહીં ગણીને દીક્ષા લીધી જ; કારણ કે અર્થીજન દોષ જોતો નથી.
હવે આ આર્દ્રકકુમાર પ્રત્યેકબુદ્ધ વિહાર કરતા કરતા કોઈ ભવિતવ્યતાના યોગે જ વસંતપુર નામના નગરને વિષે આવ્યા; કે જ્યાં આકાશ સાથે વાતો કરતી ચુનાથી ધોળેલી હવેલીઓ જાણે દાતારજનોનાં યશના પિંડ જ હોય નહીં એમ વિરાજી રહી હતી; તથા અતિશય સુગંધ અને વિકાસને લીધે લક્ષ્મીના નિવાસસ્થાન એવા પુષ્પો વડે વાટિકાઓ તરતની ગુંથેલી માળાઓની જેમ, શોભી રહી હતી. એ નગરના કોઈ દેવમંદિરમાં, એ જંગમ શમતા રસ હોય નહીં એવા મુનિ ધર્મધ્યાનપરાયણ થઈ કાયોત્સર્ગ રહ્યા.
આ નગરને વિષે નિર્મળ ગુણોએ કરીને શ્રેષ્ઠ એવો એક અત્યંત સમૃદ્ધિવાન્ દેવદત્ત નામનો શેઠ વસતો હતો. એને સમાન રૂપ-ગુણવય આદિથી શોભતી ધનવતી નામે પત્ની હતી. પેલો જે બન્ધુમતીનો જીવ હતો તે સ્વર્ગથકી ચ્યવીને આ દંપતીને ત્યાં પુત્રીપણે અવતર્યો હતો; જંગમ લક્ષ્મી જ હોય નહીં એવી એ પુત્રીનું શ્રીમતી એવું નામ પાડ્યું હતું. ધાવમાતાઓથી ઉછેરાતી અને બન્ધુજનોથી લાડ લડાવાતી એવી એ બાળા અનુક્રમે હમણાં રમવા જવા જેટલી વયે પહોંચી હતી. એટલે
૧. પુરુષત્વ-આત્મબળ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૭