Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કારણ કે જો એમ હોય તો પુરષના પ્રયત્ન વિના પણ યોગ્ય કાષ્ટની પ્રતિમા બનત. વ્યવહારનું સમપણું છે તો પણ કોઈ સ્થળે લાભ થાય છે અને અન્ય સ્થળે નથી થતો માટે “કર્મ' પણ નિશ્ચયે ઉપર કહેલા હેતુઓની સાથે એક હેતુ છે એમ સમજવું. વળી નિકાચિત એવું જે કર્મ તે પણ કોઈ વખત ઉપર કહ્યો એ પુરુષકાર આદિથી પરાજય પામે છે માટે કર્મ પણ એકલું જ કારણભૂત નથી. ઉદ્યમથી ભૂમિ ખોદવાથી જળનો પ્રવાહ નીકળે છે માટે એ ઉધમને પણ તારે એક હેતુ માનવો પડશે. વળી નિયતિ પ્રમુખ વિના આ પુરુષકાર (ઉદ્યમ) એકલો જ હેતુરૂપ નથી; કારણ કે પ્રયત્ન કર્યો છતે પણ ભૂમિમાંથી જળ નિસરતું નથી એમ પણ કવચિત બને છે. માટે એ સર્વે ભેગાં મળીને જ (કોઈ) કાર્યના હેતુભૂત થાય છે.
એકજ વસ્તુમાંથી કદિ પણ બીજી વસ્તુ સંભવતી નથી; સર્વ વસ્તુઓ સામગ્રી (સઘળી-ઘણી-અનેક વસ્તુઓ) થકી ઉત્પન્ન થાય છે, માટે નિશ્ચયે આ વિવાદના વસ્તુ રૂપ કાર્યની ઉત્પત્તિ અન્વય-વ્યતિરેકના અનુવિધાયિત્વને લીધે નિયતિ પ્રમુખ સર્વના એકત્ર મળવા થકી જ થાય છે. જેના અન્વય વ્યતિરેકનું જે અનુવિધાન કરે છે તે તેમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટાંત તરીકે (જેમકે) અંકુર એ બીજાદિનો અનુવિધાયક છે. વળી વિવાદના વસ્તુરૂપ એવું એ કાર્ય કાળાદિ સામગ્રીનું અનુવિધાયક છે માટે એ એમાંથી જ ઉત્પન્ન થાય છે એવું અનુમાન પણ થાય છે. આ પ્રમાણે યુક્તિ પ્રમાણ આદિવડે આÁકમુનિએ પરાજય પમાડ્યો એટલે એ ગોશાળ (ળો) મૌન રહ્યો; કહ્યું છે કે સૂર્યના પ્રતાપ આગળ પતંગીયું ક્યાં સુધી તેજસ્વી દેખાય ? ખેચરાદિ પણ હર્ષ સહિત જયમંગળ શબ્દ કરતા, યુદ્ધને વિષે વિજય પામેલા સુભટની જેમ આÁકમુનિની સ્તુતિ કરવા લાગ્યા.
અહીંથી આગળ ચાલતાં આÁકમુનિ હસ્તિતાપસ નામના એક આશ્રમ પાસે આવી પહોંચ્યા. તે આશ્રમની ઝુંપડીઓ સર્વે તાપસ અને તાપસીઓથી પુરાઈ ગઈ હતી. વળી ત્યાં તડકામાં હસ્તિનું માંસ પડેલું હતું; તથા સર્વત્ર હસ્તિના અસ્થિ-ચર્મ-દાંત આદિ વેરાયેલાં પડ્યાં હતાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૯