Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તાપસોને એના પર ક્રોધ થયો; (કારણ કે, કયા અવિવેકીને ગુણવાન તરફ મત્સર નથી થતો ?
મુનિએ અતિશય કોમળ વાણીથી તાપસીને કહ્યું-તમે આ ધર્મને મિથ્યાજ્ઞાન વડે પ્રકલ્પો છો. (ધર્મ શું છે એનું તમને જ્ઞાન નથી) આહાર વિના આ દેહ ટકી શકતો નથી એ વાત તો સત્ય છે પરંતુ એ આહાર ધાન્યનો હોય તેજ સારો છે. સર્વ સાવધનો જેમણે ત્યાગ કર્યો છે એવા યતિઓને, સચિત્ત આહાર અથવા તો ગૃહસ્થોએ એમને અર્થે પ્રાસુક કરેલો હોય એવો પણ, કલ્પતો નથી; તો આ કાચું માંસ પકાવો છો તેમાં અને પકાવ્યા પછીનામાં પણ અનન્ત જીવ ઉત્પન્ન થાય છે એવા. માંસની વાત જ શી કરવી ? એક હતિ એ સારો-એવો જે તમારો અભિપ્રાય છે તે પણ યુક્ત નથી; કારણ કે પંચેન્દ્રિય જીવનું ચૈતન્ય ગુરુ હોય છે અને એકેન્દ્રિયોનું ચૈતન્ય તો સ્વલ્પ હોય છે. આવી આવી યુક્તિ વડે આÁકમુનિએ એ તાપસોને સધ પ્રતિબોધ પમાડ્યો; અને એમને શ્રી મહાવીર ભગવંતના સમવસરણમાં મોકલ્યા. ત્યાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી.
એવામાં હસ્તિના મોક્ષની અને તાપસોના પ્રતિબોધની વાત સાંભળી શ્રેણિકરાજા અભયકુમારને લઈને આÁકમુનિ પાસે આવ્યો; અને એમને સહપરિવાર વંદન કર્યું. મુનિએ પણ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનારો. એવો ધર્મલાભ દીધો. રાજાએ પૂછ્યું-હે મુનિ ! શૈલેશીકરણથી જેમ અયોગી એવા મુનીંદ્રનો તેમ, તમારા દર્શનથી આ હસ્તિનો મોક્ષ થયો. એ ચિત્રથી, ભીંતની પેઠે મારું મન પુરાઈ ગયું છે. એ સાંભળી સરલ દયવાળા મુનિએ કહ્યું- હે રાજન ! એ હસ્તિનો મોક્ષ થયો (છૂટ્યો) એમાં કંઈ દુષ્કર નથી; તરાકથી કાંતેલા સૂતરના બંધનમાંથી છુટવું એજ દુષ્કર છે, એ સાંભળીને વિસ્મય પામેલા શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો-હે ભગવદ્ ! આ તરાકના સુતરની વળી શી વાત છે (એ તો કહો). મહર્ષિએ, એ પરથી ભવ્યજીવોને સ્વર્ગ અને મોક્ષ સુદ્ધાં પ્રાપ્ત કરવામાં
૧. ચિત્ર (૧) છબી (૨) વિચિત્રતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૧