Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તેથી એ એક ખાટકીના ઘર જેવો જણાતો હતો. એ તાપણો અહીં નિરંતર હસ્તિઓને જ હણી અર્વાચીન માંસાહારી લોકોની પેઠે માંસા પર જ નિર્વાહ કરતા હતા. એમનો અભિપ્રાય એવો હતો કે એક હસ્તિનું માંસ ઘણા કાળ સુધી ચાલે છે માટે એકેક હસ્તિને જ હણવો એ સારું છે. ભંડ-છાગ-હરણ-મસ્ય-મૃગ આદિ પ્રાણીઓ આવે છે તથા ધાન્ય પણ બહુ બહુ પ્રકારનાં થાય છે પણ એમનો વિનાશ શા માટે કરવો જોઈએ ? સર્વ વસ્તુઓનો આહાર કરવામાં અધિક પાપનો લાભ થાય છે. પણ વિચક્ષણ હોય તેજ આવક તથા વ્યયનો પૂર્ણ વિચાર કરે છે.” પોતાની બુદ્ધિએ જીવદયા તત્પર એવા એ તાપસોએ આ પ્રમાણે ધર્મ'ને કભી કાઢીને હમણાં એક હસ્તિને પોતાની એક મહાન પુંજી હોય નહીં એમ વધ કરવાને બન્ધનોવતી બાંધ્યો હતો.
મોટી શૃંખલાને વિષે રહેલો આ હસ્તિ જયાં હતો તેજ માર્ગે જંગમ જીવન-ઔષધ જ હોય નહીં એવા આÁકમુનિ ચાલવા લાગ્યા. અનેક લોકો જેને ભક્તિસહિત વંદન કરી રહ્યા છે એવા તથા પાંચસો સાધુઓના પરિવારવાળા આ મુનિને જોઈને લઘુકર્મા એટલે હળકર્મી હોવાથી એ હસ્તિ વિચારવા લાગ્યો–આ મુનિને નમન કરનારાઓને ધન્ય છે; હું પણ એને હમણા જઈને નમું-પણ મને તો તસ્કરની જેમ બાંધ્યો છે; માટે હું હીનપુણ્ય છું; એટલે શું કરું ? એટલામાં તો મુનિની દષ્ટિ પડવાથી એની સાંકળ જીર્ણ થઈ ગયેલા દોરડાની પેઠે બુટી ગઈ; કારણ કે એના પ્રભાવથી તો કર્મના બંધ સુદ્ધાં સત્વર નાશ પામે છે. (સાંકળનું બંધન ગયું એટલે) હસ્તિ પરમ ભક્તિ સહિત વંદન કરવાને મુનિ સન્મુખ દોડ્યો. એટલે લોકો એના ભયથી ચોતરફ નાસવા લાગ્યા. પણ મુનિ તો એમને એમ ઊભા રહ્યા તેથી માણસો એક મુખે બોલવા લાગ્યાઆ હસ્તિ નિશ્ચયે મુનિને હણશે; કારણ કે પશુઓને કાર્યાકાર્યનો વિવેક હોતો નથી. પણ એ હસ્તિ તો જઈને સુંઢ નીચી નમાવીને મુનિને ચરણે પડ્યો-તે જાણે એમ જણાવતો હોય નહીં કે આ ચરણના પ્રતાપે જ મારો મોક્ષ થયો છે. મુનિને વારંવાર પૂર્ણ હર્ષથી નિહાળતો હસ્તિ તો ક્ષણમાં મહાઅટવીમાં જતો રહ્યો. પણ મુનિનો આવો પ્રભાવાતિશય જોઈને
૨૨૦.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)