Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પણ આદ્રકકુમારને તો સમૃદ્ધિવાન્ એવો પણ ગૃહવાસ પ્રીતિદાયક થઈ પડ્યો નહીં; કારણ કે રાજહંસને સુવર્ણનું પાંજરૂ યે સુખકારક થતું નથી.
હવે આÁકકુમારે સુખે દુઃખે પણ સંસાર ચલાવવા માંડ્યો; અને જેમ તેમ કરીને બાર વર્ષ નિર્ગમન કર્યા. બારમા વર્ષને અંતે એણે એકવાર રાત્રિને વિષે પોતાના મનમાં સંવેગ રૂપી રસની નીક સમાન એવો વિચાર કરવા માંડ્યો-અહો ! ગતભવને વિષે મેં નિશ્ચયે વ્રતભંગ કર્યું હશે, તેના જ પ્રભાવથી તેમને ખેદ થાય છે કે, હું અનાર્યદેશમાં ઉત્પન્ન થયો; અને તેમા પણ વ્રતભંગનું ફળ જાણતાં છતાંયે મેં-પાપીએ કાયાએ કરીને હમણાં વ્રતને ભાંગીને તેના કકડે કકડાં કરી નાંખ્યા. જ્યારે અજ્ઞાનપણે પાપ કર્યાથી પણ મહાદુઃખ ભોગવવું પડે છે, ત્યારે તો જાણતાં છતાં પણ એ (પાપકર્મ કરનારની તો શી ગતિ થશે ? આ પૃથ્વી પર જેઓ ધર્મને ઓળખતા જ નથી તેઓની અવસ્થા શોક કરવા લાયક છે; પણ જેઓ જાણતાં છતાંયે એ કરતા નથી તેઓ એ કરતાં વધારે શોક કરવા લાયક છે; અને જેઓ ધર્મને ગ્રહણ કરીને એને અધવચ્ચે પડતો મૂકે છે એઓની અવસ્થા તો સૌથી વધારે શોક કરવા લાયક છે. મારે પણ આ છેલ્લા ગણાવેલા જનવર્ગ જેવું થયું છે. | માટે હું હવે એ શુદ્ધિને અર્થે દીક્ષા ગ્રહણ કરું; કારણ કે ડૂબેલો એવો ડાહ્યો માણસ કદિ વધારે ડૂબવાનું કરે ખરો ?” એમ વિચારીને એણે પ્રભાત થયો એટલે શ્રીમતીને કહ્યું-હવે હું દીક્ષા લઈશ, કારણકે હવે તારો પુત્ર, વૃષભની પેઠે, કામકાજની ધુરાને વહન કરી શકે એવો થયો છે. એ સાંભળીને બુદ્ધિવાન્ એવી શ્રીમતિ સતીએ પતિને જવા દીધા; કારણ કે પંડિતજનો કોઈ પણ કાર્યને વિષે એકાગ્રહી થતા નથી. પછી આÁકકુમારે અનન્તાનન્ત દુષ્કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાને સમર્થ એવી ભાગવતી-દીક્ષા પુનઃગ્રહણ કરી. પુનઃદીક્ષા ગ્રહણ કરીને એ મહાત્મા મુનિએ ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીર ભગવંતના ચરણને વંદન કરવા તથા પોતાના ગુરુ અભયકુમારનાં દર્શન કરવા રાજગૃહનગર ભણી વિહાર કર્યો; કારણ કે કયો વિદ્વાન્ પુરુષ વિશિષ્ટ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૫