Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ગુણના લાભને અર્થે પ્રયત્ન નથી કરતો ?
હવે પેલા પાંચસો સામન્તો જેઓ પૂર્વે આ આર્દ્રકકુમારના રક્ષકો હતા એઓ હમણાં ચોરવૃત્તિથી અરણ્યને વિષે રહેતા હતા; કારણ કે રાજસેવાથી વિમુક્ત એવા પાયદળને બીજો શો માર્ગ રહ્યો ? માર્ગને વિષે જતા આ આકમુનિને, કપિલમુનિને પાંચસો ચોરો મળ્યા હતા તેમ પોતાના આ પાંચસો સામન્તો મળ્યા. એમણે મુનિને ઓળખી કાઢ્યા અને હર્ષ સહિત વાંધા; કારણ કે ચિરકાળે સ્વામીને જોવાથી કોને હર્ષ નથી થતો ? મુનિએ પણ ધર્મલાભ પૂર્વક એમને કહ્યું-અરે ભાઈઓ ! તમે ખાટકીની જેમ આ શી કુજીવિકા લઈ બેઠા છો ? પેલાઓએ કહ્યું-હે સ્વામી ! તમે તે વખતે અમને છેતરીને ક્યાં જતા રહ્યા તેની અમને બિલકુલ ખબર પડી નહીં, અમે તો તમને બહુબહુ પ્રયાસ વડે સર્વત્ર શોધ્યા, પરંતુ અમારા જેવા ભાગ્યહીનને આપ મળ્યા જ નહીં, એટલે રણક્ષેત્રને વિષેથી પલાયન કરી ગયેલાઓની પેઠે અમે રાજાને મુખ બતાવવાને અસમર્થ હોઈને (ત્યારથી જ) અહીં રહ્યા છીએ. સ્વામિની સેવાથી ભ્રષ્ટ થયેલા એવા અમે અહીં ચૌરવૃત્તિથી જ આજીવિકા ચલાવીએ છીએ; કારણ કે સ્થાનથકી ભ્રષ્ટ એવા દંત-કેશ-નખ-અને માણસો શોભતા નથી.
સાધુએ કહ્યું-અરે ! તમે અહીં આ પ્રમાણે દુઃખમાં રહો છે એ યુક્ત નથી, કારણ કે આ નરજન્મ છે તે યુગશમિલાન્યાયે દુર્લભ છે. પેલાઓએ પૂછ્યું-હે સ્વામી ! યુગશમિલા શું ? ત્યારે ભવ્યજનને પ્રતિબોધ પમાડવાને વિષે ચતુર એવા મુનિએ કહ્યું-કોઈ માણસ સમુદ્રના પૂર્વ ભાગમાં એક યુગને લઈને નાંખે, અને એના છેક પશ્ચિમ ભાગમાં એ યુગની સળીને લઈને નાંખે, તો જેમ ઘણે કાળે પણ એ સળીનો યુગના છિદ્રને વિષે પ્રવેશ થવો દુર્લભ છે, તેમ મનુષ્યનો ભવ પણ એક વાર ગુમાવ્યો તો પુનઃ મળવો દુર્લભ છે. વળી એ સળી તો કોઈવાર પણ પ્રચંડવાયુથી ઉછાળા મારતાં મોજાઓથી પ્રેરાઈને એ યુગના છિદ્રને પામે પણ ખરી; પરંતુ નિદ્રા-હાસ્ય કષાય આદિથી વૃથા ગુમાવેલો મનુષ્યજન્મ તો બીજીવાર મળતો જ નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૧૬