Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ વખતે એ સમાનવયની બહેનપણીઓ સાથે રમતી રમતી જાણે એ જંગમતીર્થને વંદન કરવાને જ હોય નહીં એમ એજ દેવમંદિરને વિષે આવી; અને ત્યાં સર્વે પતિ વરવાની રમત રમવા લાગી; અથવા તો બાળપણને વિષે તો પોતપોતાના સ્વભાવને ઉચિત એવી જ ચેષ્ટાઓ થાય છે. એમાં સૌ પરસ્પર કહેવા લાગી-“હે સખીઓ ! સૌ પોતપોતાનો મનવાંછિત વર વરો,” એટલે સૌએ એમ કર્યું; અહો ! જેને વિષે આવા પ્રકારની ક્રીડાઓ અત્યંત વિરાજી રહી છે એવી જ બાલ્યાવસ્થા તેની કયો માણસ સ્પૃહા નથી કરતો ?
એવામાં શ્રીમતી બોલી-હે સખીઓ ! હું તો આ મુનિને વરી; એ જ મારા વર છે. કારણ કે સુધા થકી પર એવું જે-ભોજન-તે. કદિ કોઈને રૂચે છે ખરું ? તે વખતે આકાશવાણી થઈ કે-હે વત્સ ! તેં ઠીક વર પસંદ કર્યો, તે ઠીક વર પસંદ કર્યો; કારણ કે અનેક જણ અસારગ્રાહી હોય છે; સારગ્રાહી તો બહુ વિરલા જ હોય છે.” એમ પ્રશંસા કરી દેવતાએ મહાગર્જનાપૂર્વક રત્નવૃષ્ટિ કરી; કારણ કે દાન વિનાની એકલી પ્રશંસા એના ઘરને વિષે જ રહો (અર્થાત્ કંઈ કામની નથી.) ગર્જનાથી ભય પામીને શ્રેષ્ઠીપુત્રી, જાણે “ચિરકાળે મને પતિ મળ્યા છે, તે હવે જતા ન રહો” એવી બુદ્ધિથી જ હોય નહીં એમ મુનિને ચરણે વળગી પડી. એટલે “અહો ! આ મારા વ્રતરૂપી મેઘને, પુત્રને જેમ અતિશય લાડ તેમ, વાયુરૂપી અનુકૂળ ઉપસર્ગ થવા માંડ્યો” એમ વિચારી સાધુ સત્વર ત્યાંથી નીકળી ગયા; અથવા તો અગ્નિને પાસે આવતો જાણીને કોણ શીધ્ર નથી જતું રહેતું ?
પછી જેનો કોઈ સ્વામી ન હોય એવી લક્ષ્મી રાજાની છે એમ ગણી રાજા પોતે ત્યાં આવ્યો કારણ કે એની મેળે મુખને વિષે આવીને પડતો રસ કોને મળ્યો નથી લાગતો ? પણ અહો ! પોતે અનેક દેશના સ્વામી છતાં અને વળી અનેક કરોથી સ્કુરાયમાન થતા છતાં પણ રાજાઓ, રાહુથી જેમ ચંદ્રમા તેમ, ફક્ત એક લોભને લીધે જ દુઃખી થાય છે. કારણ કે એ રાજાના સેવકો જેવા પેલા રત્નોને ગ્રહણ કરવાને પ્રવૃત્ત થયા તેવા તેમણે (રત્નોને સ્થાને) ફૂકાર કરતા સર્પો
૨૦૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)