Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઓળખાશે પણ કેવી રીતે ? કારણ કે આ નગરમાં એવા સાધુઓ કંઈ થોડાઘણા આવતા નથી; અને વળી તેઓ સર્વે એકસરખા જ હોય છે. છાશ ઉજળી અને દુધ પણ ઉજળું-એનો ભેદ કોણ ઓળખાવી શકે ? વળી હે પુત્રી ! એ તને ચાહે છે કે નહીં એની પણ તને ખબર છે ? માટે જ્વરનો નિગ્રહ કરનાર એવા પણ તક્ષકસર્પના મસ્તકના મણિ જેવા (અગ્રાહ્ય) એ સાધુની વાત પડતી મૂક. અને આ જે આટલા બધા શ્રીમંત-કુળવાન-સુભગ અને રૂપવંત વર આવ્યા છે એમનામાંના એકને તું વર.
એ સાંભળી પુત્રીએ કહ્યું હે તાત ! આપે જે આદેશ કર્યો તે નિ:સંશય તેમજ છે; આપ વડીલનાં વચનો સત્ય જ છે. પણ હે પૂજ્ય પિતાજી ! તે વખતે જે ગર્જના થઈ હતી તેથી ચમકી જઈને હું એ મુનિનાના ચરણે વળગી પડી હતી તેથી, બુદ્ધિમાન પુરુષો જેમ શ્લોકાદિના. લક્ષણને તેમ, મેં એમના ચરણે એક લક્ષણ જોયું હતું; આ ભવમાં નિશ્ચયે એ સાધુ જ મારા સ્વામી છે; અન્યથા સુંદર એવા પણ ભોગોતે જાણે રોગો હોય નહીં એમ મારે કંઈ કામના નથી. એના સિવાય અન્ય ગમે તેવા ઉત્કૃષ્ટ વર, પંચધારાએ વહેતી એવી પણ મુખની વાણી તૃપ્તિશાલી જનને જેમ અરૂચિકર છે તેમ મારા ચિત્તને બિલકુલ અરૂચિકર છે. પુત્રીનાં આવાં ડહાપણ ભરેલાં વચનો સાંભળીને “તારાં પુણ્ય બળવત્તર હશે તો એ એને અહીં ખેંચી લાવશે” એમ શેઠે કહ્યું, કારણ કે માબાપનો અપત્ય પ્રત્યે આવો જ પ્રેમ હોય છે.
પછી પિતાના એવા આદેશ વચનથી શ્રીમતી ભિક્ષક-સાધુઓને વર્ષાઋતુના મેઘની જેમ અવિશ્રાન્તપણે દાન દેવા લાગી. પાદચિન્હને જોવાની ઈચ્છાને લીધે એ નીચી નમી નમીને મુનિઓને વંદન કરવા લાગી; અહો ! જેનો જેને અર્થ હોય છે તેનો તેને વિષે જ આદર હોય છે. આÁકમુનિ તો શકુન જોવા પણ એ નગર તરફ આવ્યા નહીં; કારણ કે જે ગામ જવું ન હોય તેની વાટ કોણ પૂછે ? પણ. દિશા ભૂલી જવાને લીધે જ એઓ બારમે વર્ષે ત્યાં આવી ચઢ્યા. માટે જ લોકો કહે છે કે માણસનું ધાર્યું કશુંયે થતું નથી. ત્યાંએ મુનિ માધુકરી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૧