Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મૂળ કરવાનું છે તે પણ તમે વિસ્મૃત થઈ ગયા છો. જે દેવતા આ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે તેને પ્રથમ જ શ્વશૂરના ગૃહને વિષે પ્રવેશ કરતાં પહેલાં વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે તેમ, તેનાં દુષ્કૃત્ય અને સુકૃત્ય વિષે પૂછવામાં આવે છે.” પોતાને સ્વામી પ્રાપ્ત થયા તેથી હર્ષ પામીને એઓ પણ બોલ્યા-આપે કહ્યું તે ખરું છે, એ સુપ્રસિદ્ધ છતાં પણ અમે આજ ભૂલી ગયા કારણ કે હર્ષને લીધે કોણ ઉતાવળું થઈને ભૂલ નથી કરતું ? માટે, હે નીતિજ્ઞા પ્રતિહાર ! આપ જ એમને એ વિષે પૂછો.”
એ સાંભળીને પ્રતિહારે જ પૂછવા માંડ્યું-કે હે દેવ ! આપ આપના પૂર્વભવના પુણ્યકર્મ અને પાપકર્મ નિવેદન કરો.” આ સાંભળીને રૌહિણેય શું એ સત્ય છે કે હું સ્વર્ગને વિષે દેવતા ઉત્પન્ન થયો છું ? અથવા આ તે સર્વ અભયકુમારની બુદ્ધિનો ઉઠાવ છે ?” એમ વિતર્ક કરવા લાગ્યો. અથવા તો આવું હોય ત્યારે કોને સંદેહ ન થાય ? “આ વાતનો નિશ્ચય કેવી રીતે કરવો ?” એમ કરતાં તો તે મનમાં બોલ્યોહું હું, યાદ આવ્યું, કાંટો કાઢતી વખતે મેં જે મહાવીર પ્રભુની સુર સ્વરૂપ પ્રતિપાદન કરનારી વાણી પરાણે સાંભળી હતી તેની સાથે જો. આ સર્વે મળતું આવશે તો તો હું નિશ્ચયે ફુટપણે ખરી વાત કહીશ; અન્યથા મને ગમશે તેવા ઉત્તર આપીશ; કારણ કે “વાંકે લાકડે વાંકો જ વેધ' હોય છે. પછી તે પુનઃ બરાબર રીતે પરીક્ષા કરવા લાગ્યો. તો જિનેશ્વરે કહેલું નેત્રનું અનિમેષપણું પ્રમુખ અહીં ક્યાંય દેખાયું નહિં; કારણ કે સુવર્ણનો વેષ લઈને રહેલું તામ્ર કદિ સુવર્ણની પરીક્ષામાં પસાર થાય ખરું ? “ત્યારે આ તે શું સર્વ કપટ રચાયું હશે' એમ વિચાર કરવા લાગ્યો એટલામાં પ્રતિહારે તેને કહ્યું- હે સ્વામિન ! આ સર્વ દેવદેવીઓ આપનું ચરિત્ર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યાં છે.” તે સાંભળી ચોરે કહ્યું-અગર જો કે મોટા લોકોએ પોતાની મેળે પોતાનો વૃત્તાન્ત કહેવો એ અયોગ્ય છે તો પણ ભક્તિને લીધે અનુરક્ત એવા આ મારા. અપ્સરા પ્રમુખ પ્રત્યે હું તે કહીશ.
મેં રમ્ય જિનાલયો કરાવ્યા હતા તથા બિંબની પ્રતિષ્ઠા અને વિવિધ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૧