Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વિષે સુવરાવ્યો. કારણ કે ક્રોધી-વ્યસની-રોગી-પ્રિયાને વિષે રાતમદ્યપાન કરનારો અને વિપત્તિમાં આવી પડેલો-એટલા માણસોના ચિત્તને વિષે રહેલું રહસ્ય સત્વર પ્રગટ થાય છે.
ત્યાં અલ્પ સમયમાં મધ પરિણતિ પામ્યો (ઉતરી ગયો) એટલે રૌહિણેય બેઠો થયો; અને અરણ્યવાસીજન નગરની શોભાને જોઈને વિસ્મય પામે છે તેમ, એ આ સઘળું જોઈને વિસ્મય પામ્યો. “આતે શું ઈન્દ્રજાળ છે, કે કંઈ મારી મતિનો વિભ્રમ થયો છે ? આતે કંઈ સ્વપ્ન છે કે કંઈ બીજું છે ?” આમ તે મનને વિષે ચિત્તવન કરે છે એવામાં તો ત્યાં રહેલા માણસો બોલવા લાગ્યા...હે પ્રભો ! આપ આ મહાવિમાનને વિષે ઉત્પન્ન થયા છો, તમે ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી જયવંતા વર્તા અને આનંદ પામો. અમે આપના સેવકો છીએ. અમે સ્વામીને ઈચ્છતા હતા તેવામાં જ આપ અમારા સ્વામી ઉત્પન્ન થયા છો. હે નાથ ! માનવલોકને દુર્લભ એવી સુરાંગનાઓ પોતે તમારી પાસે આવી છે માટે ચંદ્રમા તારાઓની સાથે કરે તેમ, આપ આમની સાથે આદરસહિત ભોગવિલાસ કરો.” ઈત્યાદિ બહુ બહુ ખુશામતના શબ્દો કહીને, તેમણે તેની પાસે નૃત્ય-ગીત પ્રમુખ કરવાને અર્થે, એકદમ હાથ એકઠા કર્યા તે જાણે “તને પણ થોડા વખત પછી એમજ થશે” (હાથ બંધાશે) એમ સૂચવન કરતા હોય નહીં !
એટલામાં તો કાંચનનો દંડ ધારણ કરીને કોઈ એક પુરુષ ત્યાં આવ્યો અને ક્રોધથી જ જાણે હોય નહીં એમ ભ્રકુટી ચઢાવીને બોલ્યો-અરે ! તમે આ એકદમ શું કરવા માંડ્યું ?” પેલાઓએ કહ્યુંહે પ્રતિહાર ! અમે તો અમારા સ્વામીને લોકાલોકને વિષે તેને જે પ્રચુરતર ફળ પ્રાપ્ત થયું છે તે યથેચ્છપણે બતાવવામાં પડ્યા છીએ.” એ સાંભળીને પ્રતિહાર બોલ્યો-ભલે તમે તમારું કૌશલ (કુશળતા) બતાવો; પણ આમની પાસે દેવસ્થિતિનું વિધાન કરાવો. માનવજન પણ પોતાની સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી તો તમે તો દેવતા છતાં પણ કેમ ભૂલો છો ?” “એ સ્થિતિ કયા પ્રકારની છે” એમ પૂછવા પરથી એ પ્રતિહારે આક્ષેપસહિત કહ્યું-તમે નિશ્ચયે જર્મશર મનુષ્યો જ હશો કારણ કે જે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૯૦