Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અંધકારનો નાશ કરવાને સમર્થ એવી-પ્રતિમા એની દૃષ્ટિએ પડી. એ જોઈ એણે વિચાર્યું-અહો ! આ કોઈ ઉત્તમ આભુષણ છે. હું તે શું એને મસ્તકને વિષે-કંઠને વિષે કે કર્ણને વિષે, ક્યાં ધારણ કરું ? એ તે બાહુનું, કરનું, વક્ષ:સ્થળનું કે બીજા કોઈ અવયવનું આભરણ છે ? અથવા એ તે કંઈ બીજી જ વસ્તુ છે ? આ વસ્તુ મેં પૂર્વે કોઈ સ્થળે દીઠેલી લાગે છે; પણ આત્માને જેમ ગર્ભવાસ તેમ મને બીજું કંઈ સ્મરણમાં આવતું નથી. એમ વિચાર કરતાં કરતાં એને જાતિનું સ્મરણ કરાવનારી મૂર્છા આવી; અથવા તો કષ્ટ વિના કંઈ ફળ નથી. મૂર્છા વળી એટલે એને સધ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું; અને ભૂલી ગયેલી વાત પ્રભાતે યાદ આવે એમ એને પોતાના પૂર્વ ભવનો વૃત્તાન્ત યાદ આવ્યો
હું આથી ત્રીજે ભવે, મગધ દેશને વિષે વસંતપુર નગરમાં સામાયિક નામનો ગૃહસ્થ હતો; અને મારે બન્ધુમતિ નામે પ્રિય સ્ત્રી હતી. ત્યાં એકદા જંગમ કલ્પવૃક્ષ જેવા સુસ્થિતઆચાર્ય પધાર્યા હતા. તેમને વંદના કરવાને હું મારી પત્નીને લઈ ગયો. (કારણ કે ભંડાર ઉઘડ્યો સાંભળીને લેવા જવાની કોણ નથી ઉતાવળ કરતું ?) પછી આદર થકી તેમને પ્રણામ કરી મેં અને મારી સ્ત્રીએ તેમના મુખ થકી ધર્મદેશના સાંભળી હતી; કારણ કે ચંદ્રમા થકી અમૃત જ ઉપલબ્ધ થાય છે. એ ગુરુ મહારાજાના વાક્યથી, ઉત્તમ મંત્રના જોરથી શરીરમાંથી જેમ સર્વ વિષ તેમ અમારા અંતઃકરણમાંથી સકળ ભોગની ઈચ્છા સત્વર નીકળી ગઈ. એટલે અમે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી; કારણ કે સર્વ પ્રયત્નોનું ઉત્કૃષ્ટ ફળ હોય છે. પછી સંયમ પાળતો હું સાધુઓની સાથે અને મારી પત્ની સાધ્વીઓની સંગાથે રહેવા લાગી; કારણ કે ધર્મ નીતિવડે જ સિદ્ધ થાય છે.
એકદા હું ગુરુ સંગાથે એક નગરમાં ગયો હતો. ત્યાં બધુમતી પણ સાધ્વીઓની સાથે તે વખતે આવી હતી. મેં સંવેગથી દીક્ષા ગ્રહણ
૨૦૨
૧. વૈરાગ્યથી-વિરાગ દશાથી જ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)