Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આગળ થાય છે. ભૂપાળની પૃષ્ટ પર રહેલી એ “હે નાથ, નીચ એવી છતાં પણ હું આપની કૃપાથી ઉચ્ચપદને પામી છું; તો હવે આપ મને એથી પણ અધિક પદ અપાવો” એમ જાણે સૂચવતી હોય નહીં. આ વખતે તીર્થંકર મહારાજનું વચન યાદ આવવાથી મગધનાથ શ્રેણિક નરેશ્વરને હસવું આવ્યું. એટલે પેલી રાણીએ પીઠ પરથી ઉતરીને પતિને ઉપહાસનું કારણ પૂછ્યું; કારણ કે મહંતપુરુષો અકારણ હાસ્ય કરતા નથી. રાજાએ કહ્યું-હે પૂર્ણિમાના ચંદ્રમાના વ્યાધિને વૃદ્ધિ પમાડનાર મુખકમળવાળી સ્ત્રી ! એ તો સહેજ લીલાએ કરીને હસ્યો હતો; કારણ કે આપણી પોતાની ગોષ્ઠીને વિષે જેમ કરવું હોય તેમ થાય છે. પણ મધુર શબ્દો બોલતી એ રાણીએ પુનઃ રાજાને કહ્યું-હે પ્રાણનાથ ! હું આપને સત્યભાવથી પૂછું છું; અને આપ તો મારા એ વચનને હસવામાં કાઢી નાંખો છો. માટે કૃપા કરીને મને ખરું કહો.” આમ આગ્રહ લઈને બેઠી. ખરું છે કે સ્ત્રીઓનો આગ્રહ કીડીના ગ્રહ કરતાં પણ વધે છે.
પછી રાજાએ તેને, જિનેશ્વર ભગવાને કહેલું તેનું પૂર્વજન્મથી આરંભીને પૃષ્ટરોહણ પર્યન્ત યથાસ્થિત ચરિત અર્થતિ કહી સંભળાવ્યું. અહો ધન્ય છે તેણીને કે પતિના મુખથકી એવું પોતાનું ચરિત્ર સાંભળીને તેણીને સંસાર પર વૈરાગ્ય થયો. મોટો એવો પણ વૈરાગ્યનો હેતુ દેખાય છે; અને તે પણ કોઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે. “અહો ! જિનધર્મની હીલના દુ:ખદાયક છે. કારણ કે પૂર્વભવને વિષે આવા શ્રાવકના કુળને વિષે જન્મ પામેલી હતી; છતાં પણ ધિક્કાર છે મને કે આ વખતે સમસ્ત કુળોને વિષે અધમ એવા વેશ્યાના કુળને વિષે ઉત્પન્ન થઈ. કસ્તુરીચંદન અને કપુરના વિલેપનથી સુગંધમય થયા છતાં પણ હા ! હું અપવિત્ર-પરૂ આદિ પદાર્થોથી વિષમ એવા દુર્ગન્ધભાવને પણ પામી માટે જેઓ અજ્ઞાનભાવથી પણ મુનિને દુહવે છે, નિન્દે છે કે હીલના કરે છે તેઓ નરક-તિર્યંચની યાતનાને ભોગવીને માતંગ-ડોંબ આદિ જાતિને વિષે ઉત્પન્ન થાય છે; તો મુનિની હીલનાનું ફળ જાણવા છતાં પણ જેઓ એમને એ પ્રમાણે સ્ખલના કરે છે તેમના જેવા બિચારા અબ્રહ્મ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૧