Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
લાગ્યો. એણે લોભને વશ થઈને એકદમ અર્થનો સંચય કરવાને વૈભારપર્વતની ભૂમિને ગુફામય બનાવી દીધી હતી. અસ્થિ (હાડકાં)ની છે ખુર (ખરી) જેને એવાઓ પણ પૃથ્વીને ખોદવાને ઈચ્છે છે તો આ તો લોહખુર એટલે લોઢાની ખરીવાળો કહેવાયો માટે એ એને કેમ ના ખોદે ? એને અન્ય અનેક વૃત્તિ હતી, પણ ચોરીની વૃત્તિ પર તે અત્યંત પ્રીતિ ધરાવતો હતો; અથવા તો ભુંડ તો ઉત્તમ એવા પણ ભોજનનો ત્યાગ કરીને પુરીષને વિષે જ અનુરક્ત રહે છે.
એ લોહખુરને, શુક્રવારની સાથે (પત્ની તરીકે) જોડાયલી રોહિણી જ જેમ, તથા ચંદ્રમાની પણ રોહિણી જ જેમ, તેમ, મનુષ્યમાત્રનો વૈરિભૂત-એવો જે-ક્રોધ-તેનું અવરોહણ કરનારી (તેને ઉતારનારી) રોહિણી નામે અતિમાન્ય સ્ત્રી હતી. લોહખુરને આ રોહિણીની કુક્ષિએ રોહિણેય નામનો પુત્ર થયો. એ સંચાર કરતો (જતાં આવતાં) કદી એના અમિત્રમંડળની દષ્ટિએ પડતો નહી માટે ચંદ્રમા કરતાં પણ અધિક હતો. પિતાના જેવું જ રૂપ, અને પિતાના જેવા જ સમસ્ત ગુણોને લીધે એ જાણે બીજો લોહખુર હોય નહીં એવો દેખાતો હતો; અથવા તો પુત્રો પ્રાયઃ પિતાના જેવા જ હોય છે.
એકદા એ લોહખુર ચોરે પોતાનો કાળ નજીક આવ્યો જાણી પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું (કારણ કે પોતપોતાના રહસ્ય એકબીજાની સમક્ષ કહેવાનો એ સમય છે) “હે પુત્ર ! નિરંતર તારા સુખનું એકજ કારણભૂત એવું મારું વચન જો તું અવશ્ય માને એમ હો તો હું તે તને કહું; કારણ કે પોતાનું વચન કોણ નિરર્થક ગુમાવે ? આજ્ઞાંકિત પુત્રે ઉત્તર આપ્યો. “હે પિતા ! ઉત્તમ પુત્ર હોય, તે કદાપિ કવચિત પણ પિતાનું વચન ઉલ્લંઘન કરે ખરો ? માટે આપ. જે આજ્ઞા હોય તે ફરમાવો.” એકલા વિનયથી જ પૂર્ણ એવું પુત્રનું બોલવું સાંભળીને હર્ષ પામી દુષ્ટ આશયવાળા લોહખુરે, મોટા પેટવાળો માણસ પોતાની ફાંદ ઉપર જ જેમ, તેમ પુત્રના અંગો પર પોતાનો હાથ ફેરવી કહ્યું- હે વત્સ ! તું આપણા કુળનું એક આભુષણરૂપ છો; અને રઘુપતિ રામચંદ્રની પેઠે પિતાના વિષે આવી ઉત્તમ ભક્તિ પ્રદર્શિત કરે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૩