Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કાંટો ઘણો ઊંડો પેસી જવાથી અત્યંત પીડા પામતો એ એક પગલું પણ આગળ ચાલી શક્યો નહીં; અથવા તો જે વેદનાનું ફળ ઉત્તરકાળને વિષે અતિ સુંદર થવાનું હોય છે તે વેદના પણ પ્રશંસાપાત્ર છે. એટલે એ કાંટાને ખેંચી કાઢવાને તેણે કાનમાંથી થોડો વખત આંગળી કાઢી લીધી; તે જાણે એણે અત્યારસુધી સુગતિને વિષે જવાનાં દ્વાર બંધ કર્યા હતાં તે જાણે હવે ઉઘાડ્યાં હોય નહીં ! કાનમાંથી આંગળી લઈ લઈને એના વડે એ કાંટો કાઢતો હતો તે જ ક્ષણે “દેવતાઓની માળા. કદિ કરમાતી નથી; એમનાં લોચન નિમેષ રહિત હોય છે, અને એમને શરીરે રજ-મળ કે પ્રસ્વેદ એમાંનું કંઈ હોતું નથી.” એવી શ્રી વીરભગવાનની અમૃતમય વાણી, જાણે તે (ચોર)ના શરીરની રક્ષા કરવાને સમર્થ એવા મંત્રાક્ષરો જ હોય નહીં એમ તેના કર્ણરૂપી કોટરને વિષે ઓચિંતી પ્રાપ્ત થઈ. એટલે એ ચોર “અહો ધિક્કાર છે મને કે મેં બહુ સાંભળ્યું; અથવા તો એણે (વીરતીર્થકરે) ચોરી ન કરવા વિષે કંઈ કહ્યું નથી” એમ બોલતાં બોલતાં પોતાના કાન બંધ કરી દીધા, તે જાણે અંદર પેસવા પામેલી સત્યવાત રખે બહાર નીકળી જશે એવા ભયથી જ હોય નહીં ! પછી એ ચોર શિરોમણિ દેવતાની પેઠે પવનવેગે. નગરમાં ગયો અને ત્યાં ચોરી કરીને, ધાન્યના ક્ષેત્રને તીડનો સમૂહ ઉપદ્રવ કરે તેમ અતિશય ઉપદ્રવ કર્યો. ( આ પ્રમાણે નગરને વિષે નિરંતર ચોરી થવા લાગી. એટલે એકદા ત્યાંના સર્વ શેઠીઆઓ મળીને મગધરાજ-શ્રેણિકભૂપાળ પાસે ગયા; અને તેને નમીને હર્ષસહિત તેની પાસે બેઠા; કારણ કે પ્રજાને રાજા પિતાતુલ્ય ગણાય છે. પછી એમણે વિજ્ઞાપના કરી કે “હે મહીપતિ ! તમારી કૃપાથી અમારે કોઈ વાતની ન્યૂનતા નથી; અમારાં હાટ અને ઘર કરિઆણાંથી ભરેલાં છે અને ઉત્તમ સમૃદ્ધિના ભાજન છે. પણ હે રાજા ! હંમેશાં રાત્રિને વિષે ચોરલોકો આવીને ચોરી કરી જાય છે. એથી “વાવે કોક અને લણે કોક” એ જે લોકોને વિષે કહેવત છે તે ખરી પડી છે.” એ સાંભળતાં જ, મોટા સંગ્રામને વિષે તીક્ષણ એવાં શસ્ત્રોના પ્રહારથી પણ કદિ પીડા ન પામતો એવો શ્રેણિકરાજા પણ ચિત્તને વિષે અતિ
૧૮૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)