Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કહે છે કે મૌન ધારણ કરવું એજ સ્વાર્થને સાધનારું છે. (કારણ કે માતંગપતિ બોલ્યો ન હોત તો પકડાત નહીં.) પછી રાજપુત્રે એને પૂછ્યુંઅરે માતંગપતિ, તે અમારા આમ્રફળ કેવી રીતે ચોર્યા તે કહે. એણે કહ્યું- હે સ્વામી ! મારી વિદ્યાથી સ્પર્શ કરીને. કારણ કે મારા જેવાને એ વિદ્યાનું ફળ ચોરી જ છે.” પછી આ વૃત્તાન્ત મંત્રીશ્વરે જઈને મગધરાજને નિવેદન કર્યું અને એ આમ્રફળના ચોરને પણ એમને સોંપ્યો. કારણ કે તસ્કરનો મોક્ષ કે નિગ્રહ રાજાની આજ્ઞાથી જ થાય છે. પછી રાજાએ પુત્ર-અભયને આદેશ કર્યો કે “હે વત્સ ! આપણે બીજા તસ્કરની પણ ઉપેક્ષા કરતા નથી; ત્યારે આ તો વિદ્યાના બળવાળો છતાં દુર્જન છે અને વળી રાજાના જ ઘરમાં ચોરી કરનારો છે.
એ સાંભળી મંત્રિશિરોમણિ અભયે નરેશ્વરને કહ્યું-ત્યારે, પહેલાં એની પાસેથી એ વિધા ગ્રહણ કરવાનું તો કરો; કારણ કે આપણે છોડી દીધા વિના એ કરંડીઆમાંના સર્પની જેમ કયાં જવાનો છે? એવું પુત્રનું વચન સાંભળી તે પ્રમાણ કરી પેલા માતંગપતિને ભૂમિ પર બેસાડી રાજાએ પોતે આસન પર બેસી તેની પાસે વિદ્યાનો પાઠ લેવો શરૂ કર્યો. કારણ કે રાજાઓને કહ્યા વિના “નીતિ શું છે' એની ખબર પડતી નથી. પછી મગધેશ્વરે મોટે સ્વરે એનો પાઠ કરવા માંડ્યો પણ. કુલટા સ્ત્રી ગૃહને વિષે રહે નહીં તેમ એ એના ચિત્ત વિષે રહે નહીં. એટલે એણે માતંગપતિને કહ્યું-તું બરાબર પાઠ કરાવતો નથી; અને કંઈ મોટું કપટ કરતો જણાય છે.
એ સાંભળી બુદ્ધિશાળી અભયે કહ્યું-હે પૂજ્યપિતા ! આપ બહુ વિનયવડે વિદ્યા ગ્રહણ કરો. કારણ કે વિદ્યાને ત્રણ રીતે ગ્રહણ કરી શકાય છે, વિદ્યાર્થી-વિનયથી અને દ્રવ્યથી; એને ગ્રહણ કરવાનો બીજો કોઈ માર્ગ નથી. એમાં પણ વિચારવંત પુરુષો વિનયને જ શ્રેષ્ઠ ગણે છે. કારણ કે એના વિના બીજા બે કાર્યસિદ્ધિને આપતા નથી; જેમ સંયમ વિનાના સમકિત અને જ્ઞાન કાર્યસિદ્ધિ આપતા નથી તેમ. માટે હે તાત ! આપ એને આસન પર બેસાડો અને તમે પોતે ભૂમિ પર બેસો; એમ કરવાથી જ એ વિદ્યા) આપને વિષે સંક્રમણ કરશે; કારણ
૧૭૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)