Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સત્યને વિષે અનુરક્ત છતાં એ જનાર્દન નહોતા, અને મળ (કર્મમળ)થી મુક્ત છતાં પણ મળયુક્ત (મલીન શરીરવાળા) હતા.
શેઠે એના બધુઓ સહિત મુનિને નમસ્કાર કર્યો અને પુત્રીને કહ્યું- હે પુત્રી ! તારા વિવાહમંગળને વિષે આજે મુનિરાજ પધાર્યા એ આળસુને ઘેર ગંગા આવી છે; માતંગના ગૃહને વિષે સ્વર્ગથકી ઐરાવણ ઉતર્યો છે; વૈતાદ્યપર્વતની ગુફાને વિષે મણિના દીપકનો ઉદ્યોત થયો છે; દરિદ્રીને ઘેર રત્નનો વરસાદ વરસ્યો છે અને મરૂભૂમિને વિષે કલ્પતરૂ ઉગ્યો છે. એક તો પર્યન્તદેશને વિષે અને વલી તારા વિવાહ જેવા મંગળિક સમયે આમ ઓચિંતા મુનિરાજ પધાર્યા છે માટે એમને વિવિધ અને મનહર એષણીય અન્નપાનથી પ્રતિલાભ. એટલે જેણે શરીર પર ઉત્તમ સુવર્ણાલંકાર ધારણ કર્યા છે, શ્રીખંડ-કર્પર આદિથી વિલેપના કર્યું છે તથા શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા છે એવી એ હર્ષસહિત મુનિને ભિક્ષા આપવાને આગળ આવી. એવામાં એમનાં પ્રસ્વેદવાળા અંગવસ્ત્રના મળના ગંધે, જાણે આગળ જતાં પણ એને વિષે રહેવાનું છે માટે એવા પોતાના (ભવિષ્યના) વાસસ્થળને જોવાને ઉત્સુક હોય નહીં એમ, એને વિષે પ્રવેશ કર્યો. એટલે શૃંગારને વિષે મૂઢ એવી એ બાળાએ નાક મરડ્યું અને વિચાર્યું કે-જિનેશ્વર ભગવાને સકળ જગના સંદેહને નિવારવાવાળો એવો સર્વ રીતે સુંદર ધર્મ પ્રરૂપ્યો છે; પણ અચિત્ત જળથી યે સ્નાન કરવાનું કહ્યું હોત તો તેથી શું દૂષણ થાત ? આવા ચાક્રિકની જેવા કલેશ પામતા અને ચોંટતા આવતા, શરીરે શામાટે ભમ્યા કરવું જોઈએ ?
(વીરભગવાન્ કહે છે-હે શ્રેણિકરાજા !) આ પ્રમાણે પોતાની બુદ્ધિએ કલ્પિત એવા સંકલ્પ-વિકલ્પ કરતી એ બાલિકાએ એ વખતે ધ્યાનાનુસારે દુર્ગન્ધરૂપી કુકર્મને દુ:સહ એવું કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે એની આલોચના લીધા વિના કાળધર્મ પામીને આજ નગરમાં ગણિકાના ઉદરને વિષે ઉત્પન્ન થઈ. એ ગર્ભમાં આવી ત્યારે એની માતાને વૈરિની
૧. કૃષ્ણ, વિષ્ણુ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૫