Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કે જળ પણ ઉચ્ચ ભૂમિથી નીચી ભૂમિ તરફ જાય છે.” એ પરથી મહીપતિએ વિદ્યાને અર્થે ક્ષણવાર એમ કર્યું; કારણ કે પોતાના કાર્યને અર્થે લોકો પ્રણત નથી થતા શું ? પછી “હવે તો એ આપનો વિદ્યાગુરુ થયો માટે એને છોડી દો” એમ કહીને અભયકુમારે એ માતંગપતિને મગધેશ્વર પાસેથી મુક્ત કરાવ્યો; અથવા તો કળા વડે એક વાર તો મોટી આપત્તિમાંથી પણ છુટી જવાય છે. હવે અહીં માતંગપત્ની પણ, મારો દોહદ નહોતો પૂરવો” એમ નિરંતર ચિંતવન કર્યા કરતી હતી એવામાં તો એનો પતિ પારધીના હાથમાંથી છૂટી આવેલા ભુંડની જેમાં અક્ષતઅંગે પાછો આવ્યો.
હવે મગધનાથ શ્રેણિકનારેશ્વર અભયકુમારની બુદ્ધિથી નિષ્ફટક થયેલી એવી રાજ્યલક્ષ્મીનું પાલન કરવા લાગ્યા. એવામાં સૂર અને અસુરોને પણ જેમના ચરણકમળ પૂજવા લાયક છે એવા શ્રીમાન વીરતીર્થંકર પુનઃ ત્યાં આવીને સમવસર્યા. એટલે ઉદ્યાનપાલકે આવીને રાજાને જિનભગવાન આવ્યાની વધામણી દીધી. રાજાએ પણ એને દારિદ્રરૂપી કંદના અંકુરને ઉમૂલન કરનારું એવું દ્રવ્યનું ઈનામ આપ્યું.
પછી તેજસ્વી, વાંકી ડોકવાળા, ઉન્નત સ્કંધવાળા અને સ્નિગ્ધ કેશયાળવાળા, જિનેશ્વર ભગવાનના આગમનની વાત સાંભળીને જાણે હર્ષસહિત નૃત્ય કરતા એવા, વિસ્તારયુક્ત પૃષ્ટ પ્રદેશવાળા, અસ્કૂલ મુખવાળા, સીધા કાનવાળા, તથા વાયુ અને અંત:કરણની જેવા વેગવાળા એક ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને મગધપતિ-શ્રેણિક મહીપાળ પ્રભુને વંદન કરવા ચાલ્યો; અથવા તો એના ભાગ્યની તો હવે સીમા જ રહી નહીં. જેમના હાથને વિષે સુંદર ખગો નાચી રહી હતી તથા વિશાળ. વજો પણ શોભી રહ્યાં હતાં એવા આગળ-પાછળ તથા બંને બાજુએ ચાલતા ઊંચા શ્રેષ્ઠ પદાતિ (પાળા)થી; સિંદૂરના સમૂહને લીધે રક્ત છે કુંભમંડળ જેમના એવા, પવનથી હાલતા મેઘ જેવા હસ્તિઓથી; સૂર્યના અશ્વોનો પણ જાણે હેષારવથી ઉપહાસ કરનારા એવા તરગોથી, તથા જંગમ પ્રાસાદો હોય એવા ઘંટા-પતાકા અને કળશવાળા રથોથી વિરાજમાન એવો નરેશ્વર જાણે પૃથ્વી પર ઉતરેલો સ્વર્ગપતિ-ઈન્દ્ર જ હોય નહીં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૩