Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જઈશ ? તો પ્રશ્વર્યા રૂદાં જે મુિ ? એમ વિચારી તેને નમન કરીને “તારે ઘેર જા અને ચિરકાળ આયુષ્ય ભોગવ” એમ કહી તેને જવાની રજા આપી. એટલે ત્યાંથી એ, પાંડુપુત્રો પાસે તેમની રાજ્યલક્ષ્મી આવી હતી તેમ, જે દિશાએ તે પ્રથમ ગઈ હતી તે દિશા તરફ ચક્ષુ દઈને જોઈ રહેલા ચોર લોકોની પાસે આવી; અને એમની આગળ, માળી તથા રાક્ષસ સંબંધી હકીકત કહી બતાવી; કારણ કે પોતે પૂર્વે જોયા હોય એવા ઉપાય વડે કયો બુદ્ધિમાન પોતાની રક્ષા નથી કરતો ? એ નવોઢાએ કહી બતાવેલી વાત સાંભળીને જેમને કાંટો ચઢ્યો હતો એવા એ ચોર લોકો બોલ્યા-ત્યારે જીવિતને બરાબર તૃણસમાન જ ગણનારા એવા અમે શું એ માળી અને રાક્ષસ કરતાં કાંઈ ઓછા છીએ ? એમ કહી એને નમન કરીને કહેવા લાગ્યાહે બહેન ! તારે ઘેર જા અને તારા સ્વામિનાથને પ્રિયકર્તા થા; અને તારાગણ વડે શરદકાળની રાત્રિ વિરાજે છે તેમ ઉત્તમ આભૂષણો વડે નિત્ય વિરાજી રહે.
આમ તેમની પાસેથી છૂટીને તે ઘેર ગઈ અને પ્રિયપતિ આગળ માળી, ચોર તથા રાક્ષસ સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી, અથવા તો બીજા પાસે પણ જેણે પોતાનો સુંદર સ્વભાવ જણાવ્યો હતો તે પતિથી તો એ શેની જ ગોપવે ? પ્રિયાની આ બધી વાત સાંભળીને પતિ તો અત્યંત વિસ્મય પામ્યો; અને એની સાથે સુખે કરીને ભોગવિલાસ ભોગવતાં આખી રાત્રિ ક્ષણની જેમ નિર્ગમન કરી. અથવા તો સુખને વિષે નિમગ્ન એવા પ્રાણીઓને નિરંતર એમ જ થાય છે.
પ્રભાત સમય થયો એટલે અત્યંત ઊંચા એવા ઉદયાચળના શિખરની-ગેરૂથી ભરપૂર એવી ભૂમિને વિષે આગમન કરવાથી જ હોય. નહીં એમ સહેજ લાલ દેખાતી છે મૂર્તિ જેની એવો સૂર્ય અખિલ વિશ્વને પોતાની કાંતિના સમૂહથી રક્ત કરતો ઉદય પામ્યો. “આ (પર્વતો)ની જ ગુફાને વિષે આ મારો શત્રુ દુષ્ટ-અંધકાર નિરંતર વસે છે” એવા રોષથી જ જાણે હોય નહીં એમ ઉષ્ણદિધિતિ-સૂર્ય પોતાના પાદપ્રહાર વડે પર્વતોના શિખરોને તાડન કરવા લાગ્યો. “હે પ્રિય ! સ્વભાવ થકી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૯