Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ચરણકમળની સેવા કરતો છતો, સૂર્યની સંગાથે બુધ ગ્રહની જેમ તેમની સંગાથે વિહાર કરીશ ? એ પ્રમાણે ચિંતવન કરતો પુનઃ નિદ્રા લઈ વખત થયે તેનો ત્યાગ કરી, ઊઠીને પૂર્વ પ્રમાણે પ્રવૃત્તિ કરતો. કારણ કે વિચક્ષણ પુરુષ કદાપિ વૃથા ભમતો ફરે ખરો ?
આ પ્રમાણે અભયકુમાર નિત્ય હર્ષસહિત અનુષ્ઠાન કરતો; કારણ કે દિવસપતિ સૂર્ય શું કદિ પણ ઉદય પામ્યા વગર રહે છે ? વળી તે, રોગીના દેહને ઉત્તમ ઔષધિથી વૈદ્ય શુદ્ધ કરે છે તેમ, પોતાના આત્માને યથાયોગ્ય રીતે ધર્મકાર્ય કરીને શુદ્ધ કરતો; પોતાની પટ્ટરાણીસુસેનાંગજા સાથે પ્રમોદ સહિત નાના પ્રકારના વિનોદ પણ કરતો. એમ ઉત્સાહ-મંત્ર-અને પ્રભુશક્તિની પેઠે પરસ્પર શત્રુભાવરહિત એવા ધર્મઅર્થ-અને કામને યોગ્ય સમયે પ્રયોજીને બુદ્ધિશાળી અભયકુમાર અત્યંત વિરાજવા લાગ્યો.
૧૫૨
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો ત્રીજો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)