Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જ્યારે નિદ્રામાંથી જાગી જતો ત્યારે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ હર્ષ ધારણ કરતો આ પ્રમાણે ચિંતવન કરતો-સ્ત્રીઓના કૃષ્ણ એવા કેશ-મજ્જા-ધાતુ અને મળને વિષે, મૂઢ લોકો કેવી રીતે વૈદ્ગમણિના કિરણોની શોભાની કલ્પના કરતા હશે ? હા ! દિમૂઢ જનો પશ્ચિમ દિશાને જેમ પૂર્વદિશા માને છે તેમ વિપર્યસ્ત બુદ્ધિના રાગાંધ મનુષ્યો પ્રીતિને લીધે, સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ-ઓષ્ટ-દષ્ટિ-નાસામુખ-દન્ત આદિને અનુક્રમે ઍખા-આદર્શ-પ્રવાળા-કમળ-સુવર્ણયષ્ટી-ચંદ્રમા-કુન્દ પુષ્પની કળીઓ માને છે. વળી હર્ષથી ગૌરાંગી સ્ત્રીઓનાં સ્તનયુગળ જોઈને મોહને લીધે તેમને સુવર્ણના કુંભ માને છે પણ માંસના લોચા નથી માનતા. એજ પ્રમાણે એ વિવેકશુન્ય જનો સ્ત્રીઓના શેષ અંગોને વિષે પણ. પોતાને ગમે એવું આરોપણ કરે છે એ શું ? વળી અસ્થિર પ્રેમને વિષે વિહવળ એવા એ મૂઢ લોકો સ્ત્રીએ પોતાના મુખ થકી આપેલું લાળયુક્ત ઉચ્છિષ્ટ તામ્બુલને પણ અમૃત સમાન ગણે છે. એટલું જ નહીં પણ સ્ત્રી જો નિર્દયપણે મસ્તક પર પ્રહાર કરે છે તો એ લોકો, કંકેલિવૃક્ષ જેમ પુષ્પોને ધારણ કરે તેમ હર્ષના રોમાંચને ધારણ કરે છે.
માટે જેઓ બાળપણાથી આરંભીને ચાવજીવ બ્રહ્મચર્ય પાળે છે તેમને ધન્ય છે ! કારણ કે પાથી સુવાસિત એવી સ્વર્ગની વાપી (વાવ) ઉત્તમ નથી શું ? ન્યાસથી (ભોગવ્યા વિના જ આપી દઈને-પડતા મૂકીને) અથવા ભોગવ્યા પછી પણ જે સજ્જનો વિષયો ત્યજી દે છે તેમને ધન્ય છે ! વધારે શું કહેવું ? જે માણસ ગમે તે રીતે, ગમે તે અવસ્થાને વિષે, ગમે તે સ્થળે અને ગમે તે સમયે કામનો પરાજય કરે છે તે વિજયી થાઓ; તેની અમે સ્તુતિ કરીએ છીએ; તેજ સકળ પૃથિવીના શૃંગારભૂત થાઓ; તેને નમસ્કાર થાઓ; તેના થકી જ કીર્તિ પ્રસરે છે, ગુણી જ તે છે અને સર્વ શુભ પણ તેને વિષે જ છે.
એવું કયું ઉત્તમ વર્ષ થશે-એવો કયો માસ થશે એવો કયો પક્ષ થશે-એવી કઈ તિથિ થશે-અને એવું કયું મુહૂર્ત કે ક્ષણ થશે-કે જેને વિષે હું મેઘકુમારની પેઠે સર્વસંગ પરિહરીને શ્રી મહાવીરપ્રભુના ચરણ. સમીપે દીક્ષા અંગીકાર કરીશ ? ક્યારે હું નિરંતર ભગવાનના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૫૧