Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ભણવામાં હો એ બોલી ઉઠી
વેદનાને લીધે ચેલ્લણા જાગી ઊઠી; કારણ કે જડતા સર્વ દશાને વિષે સુખકર્તા નથી.
એટલે લતા પોતાના ફળને જ જેમ, તેમ એણે સીત્કાર કરીને હાથને પ્રચ્છદપટને વિષે લઈ લીધો; અને દિવસે જોયેલા મુનિનું સ્મરણ થઈ આવવાથી એ બોલી ઊઠી-હા ! એનું શું થયું હશે ?” પણ પુનઃ ક્ષણવારમાં ધ્વજાની અઝયષ્ટીના સમાન સરલ આશયવાળી એ નિદ્રાવશ થઈ ગઈ. તે જ ક્ષણે રાજા જાગી ગયો; કારણ કે મહંત પુરુષોને નિદ્રા સદા સ્વલ્પ હોય છે. જાગી જવાથી રાણીના શબ્દો એને કાને પડ્યા; અને તેથી એ ક્રોધે ભરાયો; કારણ કે પ્રિયાને વિષે અત્યંત આસક્ત હોય છે એઓ પણ ઈર્ષ્યાળુ ભાવથી રહિત હોતા નથી. રાજાએ વિચાર કર્યો કે કમલિનીના કમળદંડને વિષે ભ્રમર વાસ કરે છે તેમ એના દયને વિષે કોઈ મલીમસ જને વાસ કર્યો છે, તેથી “તેને શીતથી પીડા થતી હશે” એમ એ શોક કરે છે; કારણ કે ચેતન, હૃદયને વિષે હોય છે તેજ બોલી નાંખે છે. માટે નિશ્ચયે સ્ત્રીઓ, દુર્જનની ચિત્તવૃત્તિની પેઠે, દ્રવ્ય આપવાથી, માન દેવાથી, સુંદર નયનવડે સમજાવવાથી, લાભા દેખાડવાથી, લોભમાં નાંખવાથી, બહુ ભય બતાવવાથી, કામથી, ભોગથી, અમૃતમય વાણીથી, વિશાળ કળાચાતુરીથી કે સૌંદર્ય-ગાંભીર્ય-સુરૂપસૂરતા-સૌભાગ્ય-દાક્ષિણ્ય-સુધૈર્ય-ચવન આદિથી પણ નિરંતર અગ્રાહ્ય છે. શાકિની-વૃશ્ચિક-સર્પ-યોગિની-વેતાલ-ભૂત-ગૃહયક્ષ અને રાક્ષસ પ્રમુખને વશ કરવાને ઔષધિ-મંત્ર આદિ તંત્ર યન્ત્ર વિદ્યમાન છે; પણ નારીજનને વશ કરવાનો તો કોઈ ઉપાય જ નથી.
આમ એ સતી સ્ત્રીના સતીત્વને ઊલટું પ્રકલ્પીને ભૂપતિએ જે તેણી કલંકિત હોવાની શંકા કરી તે હા ! પેટ ચોળીને શૂળ ઉત્પન્ન કર્યા જેવું ક્યાંથી થયું ? કુત્સિત વાદીની પેઠે દુષ્ટ વિકલ્પો કરી કરીને અને સત્કવિની પેઠે જાગતા પડી રહીને એણે આખી રાત્રિ દુઃખમાં જ નિર્ગમન કરી; કારણ કે ક્રોધથી દોષિત ચિત્તવાળાઓને નિદ્રા ક્યાંથી હોય ? પછી પ્રભાત થયે પ્રચંડ પ્રતાપવાળા મહીપતિએ નંદાપુત્ર અભયકુમારને આદેશ કર્યો કે-અંતઃપુર કલંકિત છે માટે એને ભસ્મ કરી નાખો,
૧૫૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)