Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એટલે શ્રી વીરપ્રભુ બોલ્યા-ગ્રહણ કરીએ. કારણ કે વિવેકી પુરુષો પણ અદત્ત ગ્રહણ કરતા નથી, તો ગુરુજન તો શેના જ કરે ?
પછી મેઘકુમારે પ્રભુને કહ્યું-હે સ્વામી ! મારો સત્વર આ સંસાર થકી વિસ્તાર કરો; કારણ કે જળનિધિને વિષે ડૂબતો એવો કયો માણસ પ્રવહણને વિષે ચઢી જવાને ઉતાવળો ન થાય ? પછી પ્રભુએ એને સામાયિક સૂત્ર ઉચ્ચરવાપૂર્વક વિધિ સહિત દીક્ષા દીધી; અને શિક્ષા આપી. કે-હે મુનિ ! તમારે યતનાપૂર્વક શયન કરવું, યતના સહિત આસન કરવું, યતના સહિત ઊભા થવું, અને ચાલવું પણ યતના સહિત. વળી આહાર કરવો તથા બોલવું ચાલવું તે પણ યતનાપૂર્વક કરવું. પછી ચારિત્રા અંગીકાર કરી હવે સાધુ થયા એવા મેઘકુમારને દેવતાઓ તથા માનવજન વંદન કરવા લાગ્યા; અથવા તો પ્રવ્રજ્યા ત્રણે જગતને પૂજ્ય છે માટે એમાં કંઈ અદભુત નથી. દીક્ષા આપીને પ્રભુએ નવીન સાધુને ગણધરને સોંપ્યા; કારણ કે રાજા તો આદેશ માત્ર કરે છે, શેષ શિક્ષા તો અધિકારી સેવક વર્ગ જ આપે છે.
હવે ગણધરને સોંપાયા પછી મેઘકુમારે સાયંકાળે ગુરુની સમક્ષ આવશ્યક-સ્વાધ્યાય-વાચના પ્રમુખ કર્યા; કારણ કે ક્રિયા સર્વે ગુરુની સાક્ષિએ કરવી કહી છે. પછી રાત્રિનો દોઢ પ્રહર વીત્યા પછી પ્રવર્તકે (મુખ્ય સાધુએ) જાણે ઘર-બજાર આદિ બાંધવાને અર્થે હોય નહીં એમાં દરેક સાધુને સંસ્કાર (સંથારા)ને અર્થે ભૂમિના વિભાગ કરી આપ્યા. તેમાં મેઘકુમારને ભાગે લાકડાના હાથાવાળા, અને અતિ લાંબા પણ માપવાળા દંડાસનથી જ ખબર પડે એવી દ્વાર આગળની ભૂમિને વિષે સંથારો કરવાનું આવ્યું. એટલે નિરંતર ત્યાંથી તે તે કાર્યને અર્થે જતા આવતા મુનિઓના ચરણથી એને કસુંબાની પેઠે સંઘટ્ટ થવા લાગ્યો (ખંદાવું પડ્યું, તેથી કુમુદપુષ્પના સમૂહની પેઠે તેને આખી રાત્રિ નિમેષમાત્ર નિદ્રા આવી નહીં.
અને કર્મ ઉદય આવવાથી એના મનને વિષે સંકલેશ ઉત્પન્ન થયો. અહો ! સ્થાના સ્થાનનો વિચાર નહીં કરનારા એવા કર્મને ધિક્કાર છે ! જ્યારે સકળ કાર્ય નિષ્પન્ન કરવાને સમર્થ એવો હું ગૃહવાસને ૧૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)