Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રભુની પ્રદક્ષિણા કરી. વારંવાર પ્રભુને નમસ્કાર કરીને તેણે “મિથ્યાદુકૃત' દીધું; કારણ કે વિરૂપકાર્ય થઈ ગયે છતે મહાત્મા પુરુષોને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. પછી એણે પ્રભુને વિજ્ઞાપના કરી કે “હે વિશ્વસ્વામિન ! હવેથી હું આ મારાં બે નેત્રો સિવાય શેષ અંગ મુનિઓને આપી દઉં છું. એ અંગનો, સેવકજનનો જેમ સ્વામી ઉપયોગ કરે છે તેમ, આ સર્વ મહાત્મા સાધુઓ યથારૂચિ ઉપયોગ કરો.” પછી એણે પોતાનો આ અભિગ્રહ માવજીવ ખગની ધારાની પેઠે પાળ્યો.
ત્યાર પછી એ નિરંતર ભગવંતની સાથે પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યો; કારણ કે કલ્પવૃક્ષ સેવવાનું મળે છતે કયો માણસ દૂર જાય છે ? એણે એકાદશ અંગ સર્વ શ્રવણ કર્યા; અને ગુરુ સમક્ષ તેનો પાઠ કરવા લાગ્યો; કારણ કે તેમના ઉપદેશ વિના મૂળાક્ષરનો પણ બોધ થતો નથી. જીવરક્ષાને વિષે તત્પર રહીને એણે નિરંતર વિવિધ તપશ્ચર્યા કરી; કારણ કે એ (જીવરક્ષા) વિના કરેલો તપ, અંધપુરુષને જેવું રજુ લાગે છે તેમ, થાય છે. એક સંવત્સર ઉપરાંત પર્યન્ત એણે સવિશેષ તપશ્ચર્યા કરી-ચંદ્રમાની જેટલી કળાઓ છે તેટલા અર્થાત સોળ. માસ પર્યન્ત. પહેલા માસને વિષે એણે અકેક દિવસને આંતરે ઉપવાસ કર્યા; તથા દિવસે ઉત્સુક આસને અને રાત્રિએ વીરાસને રહેવા માંડ્યું. બીજા માસને વિષે બેબે ઉપવાસ અને ત્રીજાને વિષે ત્રણ ત્રણ-એમ સોળમા માસને વિષે સોળ ઉપવાસ સુધી વધાર્યા; અને પ્રથમ માસને વિષે જે પ્રમાણે બેવડું આસન ધારણ કર્યું હતું તેજ પ્રમાણે સર્વે માસને વિષે પણ નિરંતર પ્રતિપાદન કર્યું. એમ ચારસોને એશી દિવસ પર્યન્ત એણે ઉગ્ર તપ કર્યો; કારણ કે સત્વવંત પ્રાણીઓને કંઈ દુષ્કર નથી.
પછી એણે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરી; કારણ કે જેમ વણના સંબંધમાં બને છે તેમ, અહીં પણ અંતઃશુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ થતી નથી. તેમાં શરીરની, અસ્થિ અને ચર્મને વિષે અવશેષતા-એ પહેલી દ્રવ્ય સંલેખના; તથા વિષયાદિને ઓછા કરવા એ બીજી ભાવસંલેખના સમજવી. એ સર્વ કરી રહ્યા પછી એ મેઘમુનિએ અનશન ગ્રહણ કરવાને ઈચ્છાતુર થઈ હર્ષ સહિત શ્રી જિનપતિને નમસ્કાર કરી અંજલિ જોડી
૧૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)