Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શકિતવાળા હોય છે એઓ એવા હરણ કરનારા દેવોને પ્રહારથી જર્જરિત કરે છે અને એમ એમનું સુરપણું જાણે છોડાવીને એમને અંત્ય દશા પ્રતિ પહોંચાડે છે. અહીં જેમ એક રાજા એક કુટુંબીને તેનું કંઈક દૂષણ કાઢીને તેનું સર્વસ્વ લઈ લે છે તેમ ત્યાં પણ બળવાન દેવતાઓ કરે છે. તે વખતે ત્યાં પણ એ હરણ કરનારા શક્તિવાળાની પાસે કનિષ્ટ પદવીના દેવોને તેના ચરણમાં પડી દીનમુખ કરી કરૂણ સ્વરે કહેવું પડે છે કે-હે સ્વામિન્ ! આ દાસ પર કૃપા કરો; અમે આવો અપરાધ પુનઃ નહીં કરીએ; માટે ક્ષમા કરો; કારણ કે મહંત પુરુષોનો કોપ સામાવાળાના નમન (નમી જવા) સુધી જ હોય છે.
વળી એઓ પણ માળાની પ્લાનિ-નિદ્રા-અંગભંગ-ઉદાસીનતાકલ્પવૃક્ષનો કંપ-કોપ અને કામની અધિકતા-અને-લજ્જા તથા લક્ષ્મીનો નાશ આદિ ચ્યવનના ચિન્હો જુએ છે ત્યારે ક્ષેત્રને વિષે કાયર પુરુષોનાં હૃદયની જેમ એમનાં હૃદય પણ એકદમ ભિન્ન થઈ જાય છે. તેઓ પૃથ્વી-જળ કે વૃક્ષ-એમાંની કોઈ યોનિને વિષે પોતાની ઉત્પત્તિ થશે એમ જાણીને પોકાર કરી મૂકે છે. “હા ! આવાં સ્વર્ગનાં સુખ ત્યજી દઈને હવે તપાવેલી કુંભીને વિષે નારકીના જીવોની પેઠે અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે વાસ કરવો પડશે. આજ પર્યન્ત રત્નના સ્તંભો અને મણિની ભૂમિવાળા વિમાનને વિષે રહીને હવે સર્પના બિલથી પૂર્ણ એવી તૃણની કુટીરને વિષે કેવી રીતે રહેવાશે ? દેવાંગનાઓનાં હાહાહૂહૂ એવા આલાપ યુક્ત ઉત્તમ ગીતોનું શ્રવણ કરીને હવે રાસભોનો આરવ કેમ સાંભળી શકાશે ? હા ! આજ પર્યન્ત મુનિનાં પણ મનને હરણ. કરનારી એવી રૂપવતી સુર-સુંદરીઓને જોયા પછી હવે કોકિલના સમાના શ્યામવર્ણી માતંગી જેવી નીચ વર્ણની સ્ત્રીઓને કેમ કરીને જોવાશે ? આજ સુધી મંદારવૃક્ષના પુષ્પના જેવાં દિવ્ય સુગંધી પદાર્થો વડે ધ્રાણેન્દ્રિયને તૃપ્ત કર્યા પછી, હવે, મધવાળો મધની જ જેમ તેમ અશુચિની ગંધ કેમ કરીને લેવાશે ? ચિંતવ્યા માત્રથી જ આવીને ઊભા રહેતા એવા દિવ્ય રસયુક્ત ભોજન ગ્રહણ કર્યા પછી હવે શકરોની પેઠે દુર્ગધવાળા આહારની સામું જ કેમ જોવાશે ? હા ! આજ લગી કામદેવના મંદિરરૂપી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૭