Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વ્રત કહેવાય છે. મન વચન અથવા કાયાનો સાવધ વ્યાપાર ઉપયોગ રહિતપણું અને છેલ્લો અનવસ્થાન એ એના “અતિચાર' છે. દિગ્વિરતિ, વ્રતનો જ દિવસે દિવસે સંક્ષેપ કરતા જવો એને “દેશાવકાશિક' કહે છે. પ્રેષણ, આનયન, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુદગળક્ષેપ-એ એ વ્રતના પાંચ જાતિના અતિચાર છે. અષ્ટમી આદિ તિથિને વિષે અબ્રહ્મનો ત્યાગ. ભોજનનો ત્યાગ, વ્યાપારનો ત્યાગ અને દેહનો અસત્કાર કરવો. એમ ચાર પ્રકારે પૌષધવ્રત કહ્યું છે. એને વિષે, અવલોક્યા વિના કે પ્રમાર્યા વિના આદાન, ઉત્સર્ગ કે સંસ્તાર કરવો (સ્પંડિલ પરઠવવું કે સંથારો કરવો), સ્મૃતિ અને ઉપસ્થાપનાનો અભાવ, તથા અનાદર એ અતિચાર કહ્યા છે. સાધુઓને શુદ્ધ અન્ન-પાન-વસ્ત્ર-વસતિ આદિનું ગૌરવ સહિત દાન દેવું એ અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. એને વિષે સચિત્ત ક્ષેપ-પિઠિત ક્ષેપ-પારકાનો વ્યપદેશ-માત્સર્ય, અને કાલાતિક્રમદાન એ અતિચાર છે. જેમ કર્મથી વિમુક્ત એવા જ આત્માના પ્રદેશ શુદ્ધ કહેવાય છે તેમ એ ગણાવ્યા એ પાંચ પાંચ અતિચારોથી રહિત હોય તોજ એ વ્રત વિશુદ્ધ કહેવાય છે. | (શ્રી વીરપ્રભુ કહે છે) આ જે અમે બંને પ્રકારનો ધર્મ કહો તેનું મૂળ સમકિત જ છે. જેમકે સમસ્ત પ્રાસાદનું મૂળ પણ પ્રથમ પાયાને વિષે જળ ભરી રાખવું એજ છે. એ સમકિત, ચેતન જેમ ચેતનાદિથી ગમ્ય છે તેમ, આત્માના પરિણામ તથા સૂત્રાર્થને વિષે રૂચિથી લક્ષિત હોઈ શમતા આદિથી ગમ્ય છે. એ શમતાદિ સાધુના મહાવ્રતની પેઠે (પ્ર) શમ-સંવેગ-નિર્વેદ-કરૂણા તથા આસ્તિકય એમ પાંચ છે. આ સમ્યકત્વ વળી જેમ મોક્ષમાર્ગ જ્ઞાનાદિ એ કરીને ત્રણ પ્રકારે છે તેમ, દર્શનમોહનીયના પ્રશમ, ક્ષય અને પ્રશમક્ષય વડે ત્રણ પ્રકારે છે એ કાજળ આદિથી શ્વેતવસ્ત્ર મલિન થાય છે તેમ, શંકા-કાંક્ષા-વિચિકિત્સા અને મિથ્યાદષ્ટિની સંસ્તવનાથી દોષિત થાય છે; તથા કલ્પવૃક્ષોથી નંદનવન શોભે છે તેમ શાસનને વિષે સ્થિરતા-ઉત્સર્પણા-ભક્તિ અને
૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૧