Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હું ઈન્દુલેખાની પેઠે પરલોક પામું ત્યારે બન્ધન રહિત થયેલા યોગીની જેમ, તારું મનવાંછિત પૂર્ણ કરજે. હે પુત્ર ! એમ કરવાથી, તું વિજ્ઞ અને કૃતજ્ઞ કહેવાઈશ; કારણ કે આ સંબંધમાં વિશ્વસ્વામી શ્રી વીરપ્રભુનું જ પ્રત્યક્ષ દૃષ્ટાંત જો.
એ સાંભળી મેઘકુમારે કહ્યું-હે માતા ! તમારું કહેવું સત્ય છે; પણ તમે જે “હું જીવું ત્યાં સુધી” એવું કહ્યું તે એકાન્તનિત્ય અધ્યાત્મ વચનની પેઠે ઘટતું નથી. કારણ કે સંધ્યાના મેઘના રંગ અને જળના કલ્લોલના બુદ્બટ્ના જેવા ચપળ જીવિતને વિષે કોનું મૃત્યુ પ્રથમ થશે અને કોનું પછીથી થશે એ જણાતું નથી. વૃદ્ધ હોય તે જીવે છે અને નાના બાળક જતા રહે છે; નીરોગીનું મૃત્યુ થાય છે અને રોગીજનો બેસી રહે છે. માટે હે માતા ! ચિત્તને ભારે કરીને તથા આ પુત્ર પ્રતિ કરૂણા લાવીને આજ્ઞા આપો; કારણ કે બોધિ (સમ્યક્ત્વ) અતિદુર્લભ છે.
એ સાંભળી ધારિણીએ કહ્યું-હે પ્રિયવત્સ ! તારે પ્રકૃષ્ટ રૂપસૌભાગ્ય અને લાવણ્યરસની કુપિકારૂપ, વર્ણ-વય અને ગુણમાં તારા જેવી શોભી રહેલી, તારે વિષે નિત્ય અત્યંત ભક્તિવાળી, શ્રેષ્ઠકુળને વિષે ઉત્પન્ન થયેલી અને ભોગકળાકૌશલ્યને વિષે અતિ ચતુર એવી આઠ આઠ તો સ્ત્રીઓ છે તો તેમની સાથે હમણાં તો દેવતાઓને દુર્લભ એવા ભોગ ભોગવ; પછી તીર્થંકરમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરજે.
માતાનાં આવાં આકર્ષક વચનો સાંભળીને પણ મેઘકુમાર અચલિત રહીને બોલ્યો-હે અમ્બા ! તમે મને જે મત્યુલોકના માનવીના ભોગને અર્થે નિમંત્રણ કરો છો તે ભોગો પણ શરઋતુના મેઘ અને વિધુના ચમકારાની જેવાં અસ્થિર છે. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે; ભોગોપભોગ મોટા નાગ સમાન ભીષણ છે, મનકામના અનિષ્ટ છે અને વિષયો પર્યન્તે વિષસમાન છે. શુક્ર-શોણિત-મળ-મૂત્ર-શ્લેષ્મ અને પિત્તાદિથી સંભવતા અને સમુદ્રતરંગવત્ ચંચળ એવા એ અનિત્ય અને નશ્વર છે. પાપની અનિવાર્ય લતાની પરંપરાને મેઘની સમાન પોષનાર સ્ત્રીજન વળી અપવિત્ર પદાર્થોની ઘટિકા (નાના ઘડા)ની જેમ સત્પુરુષોએ નિન્દવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૫