Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
યોગ્ય છે. કોણ પહેલું જશે અને કોણ પાછળથી જશે એનું નિશ્ચિત. જ્ઞાન કોને છે ? માટે એવા હેય વિષયો વિષે રતિ શી ?
પુત્રનાં આવાં ચિત્તવેધક વચનો સાંભળીને પણ હારી ન જતાં માતાએ પોતાનો બોધ શરૂ રાખ્યો-હે વહાલા ! શું તને આવા ઓજસ્વી સ્વર્ણ-રત્નાદિને વિષે તથા વિસ્તારયુક્ત એવા આ સામ્રાજ્યને વિષે વત્સલભાવ નથી થતો ? તારે તરૂણ સૂર્યનાં જેવાં દેદિપ્યમાન રત્નો છે તથા હંસગર્ભ-ઈન્દ્રપુલક પ્રભૂતિ માણિક્યો છે. હે પુત્ર ! તું જેને વાતે તપ કરવાની ઈચ્છા કરે છે તે સર્વ અહીં તારી સન્મુખ જ છે માટે યથેચ્છ રીતે પૂર્ણ ભોગ ભોગવી લે; પછી યતિ સન્મુખ વ્રત ગ્રહણ કરજે.
આ સાંભળીને સંસારથી સર્વાશે ખિન્ન થયેલા મેઘકુમારે માતાને સમજાવ્યા. હે માતા ! પરમ અર્થ (મોક્ષ) પ્રાપ્ત કરવાના પ્રયાસને વિષે આસક્ત એવા જનોને ક્ષણભંગુર અર્થોનું શું પ્રયોજન છે ? એવા તુચ્છ અર્થો ક્ષણમાં ચોર-અગ્નિ-દામાદ રાજા પ્રમુખને સ્વાધીન થાય છે. જે ઉપાર્જન કરવામાં દુર્બુદ્ધિ લોકો મહાપાપ બાંધે છે, તેનો ત્યાગ કર્યા વિના તેમનાં કર્મ નષ્ટ થતાં નથી અને તેથી તેમને સંસારમાં ભ્રમણ જ કરવું પડે છે. જેમાં સમુદ્ર ગમે એટલાં જળથી, અને અગ્નિ ગમે એટલા પણ કાષ્ઠથી તૃપ્ત થતો નથી તેમ મુગ્ધબુદ્ધિ પુરુષ પણ લક્ષ્મીથી ક્યારે પણ સંતોષ પામતો નથી. અથવા આ કમળપત્ર પર રહેલા જળબિન્દુની જેવા ચંચળ અને તુચ્છ જીવિતને વિષે પણ તૃણની પેઠે
ક્યાં પ્રતિબંધ છે ? એ અર્થ (દ્રવ્ય) કીર્તિ વિસ્તારનાર છે પણ દુર્ગતિનો હેતુભૂત હોઈ વૃથા છે; કારણ કે કાનને તોડી નાંખે એવા સુવર્ષે કરીને શું ? વળી શાન્તાત્મા પ્રાણીઓને યૌવન વૃદ્ધાવસ્થા જેવું છે અને વ્યાકુળ ચિત્તવાળાને તો વૃદ્ધાવસ્થા પણ યૌવન સમાન છે.
આમ બુદ્ધિશાળી પુત્રના સત્યવંત ઉત્તરોથી કંઈક પાછી પડીને ધારિણીમાતા પોતાના છેલ્લા ઉપાય પર આવી-અરે વ્હાલા કુમાર ! એ તો સર્વ ખરું, પણ તું સુકોમળ છે અને ચારિત્ર દુષ્કર છે કારણ કે તારે મેરૂસમાન અતિ ગુરુ કઠિન પંચમહાવ્રતો વહન કરવાના છે. તારે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૩૬