Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પૃથિવી ખોદવી, અને કઠિન લોહના ટાંકણા વડે પાષાણ ઘડવા એ. સર્વ “સ્ફોટન કર્મ.”
ખાણને વિષે જઈ ત્રસ પ્રાણીઓના દંત-કેશ-નખ આદિ લાવવાં અને મોતી-પારા-શંખ-છીપ આદિ ગ્રહણ કરવાં એ “દંતવિક્રય.” કસુંભ (કસુંબો) ધાતકી-લાક્ષા-ગળી અને મણ શિલ વગેરે સંસક્ત (ચીકાશવાળા) પદાર્થોનો વ્યાપાર એ “લાક્ષાવાણિજ્ય.” વળી મધુ-મધ-વસા-માંસ-અને નવનીત એ સર્વનો વ્યાપાર “રસવાણિજ્ય' કહેવાય છે; ધૃત અને તેલ આદિ દોષયુક્ત નથી. નર-વૃષભ-હસ્તિ-અશ્વ-ઊંટ પ્રમુખનો તથા પક્ષી અને જંતુઓનો વિક્રય તે “કેશવાણિજ્ય' કહેવાય છે. વળી જંગમ અને સ્થાવર વિષનો વિક્રય, અને મનઃશિલ-અસ્ત્ર-હરિતાળ આદિનો વિક્રયા એ સર્વનો ‘વિષવાણિજ્ય'માં સમાવેશ થાય છે. યવ-ઈશુગોધૂમ-તલા પ્રમુખને યંત્રને વિષે પીલવા-પીલાવવાં એ “યંત્ર પીડન” કહેવાય છે. તથા શોભાને અર્થે નાસિકા વિંધવી મુશ્કને કાપવું-ગલકંબલ તથા કર્ણને વિષે છેદ પાડવા એ સર્વ “નિર્વાઇન ક્રિયા' કહેવાય છે.
નવા તૃણની વૃદ્ધિને અર્થે, ધર્મબુદ્ધિએ અથવા વ્યસનથી તૃણને અનિદાન દેવું (સળગાવી મુકવું) એ “દાવાગ્નિ દાન” કહેવાય છે. અરઘટ્ટ (રેંટ) આદિ યંત્રોથી સરોવર નદી આદિનું જળ કાઢીને યવશાળ આદિને સિંચવા એ “સરશોષ' (સરોવરનું શોષણ કરવું) કહેવાય છે. ક્રીડાર્થે શ્વાન આદિ પાળવાં તથા દ્રવ્યાર્થે અશ્વ-સાંઢણી-દાસિકા પ્રમુખનું પોષણ કરવું એ સર્વનો “અસતીપોષણકર્મ'ને વિષે સમાવેશ થાય છે. આ સર્વ કાર્યોથી, વિવેકહીન નર કમ એકઠાં કરે છે તેથી એ કર્માદાન'ને નામે ઓળખાય છે. વળી ચાર પ્રકારનો “અનર્થદંડ' કહેવાય છે કે એ ચાર પ્રકાર અપધ્યાન, કૃપાસાદિનું દાન, પાપનો ઉપદેશ અને પ્રમાદાચરણ-એ પ્રમાણે છે. એ અનર્થ દંડની વિરતિને વિષે (ના વિરમણને વિષે) કંદર્પ, સંયુક્તાધિકરણતા, મુખરતા, કુંચિતપણું તથા ભોગનું અતિરિક્તપણું એ અતિચાર છે.
વળી સર્વ સાવધ યોગ ત્યજીને તથા રૌદ્ર અને આર્તધ્યાન દૂર કરીને અંતર્મુહૂર્તાદિ કાળ પર્યન્ત સામ્ય ભાવ રાખવો. “એ સામાયિક
૧૩૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)