Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કોમળાંગી સુરાંગનાઓને જ આલિંગન દીધું છે, તો હવે કઠોર શરીરવાળી સ્ત્રીઓનાં અંગોનો સ્પર્શ પણ કેવી રીતે થઈ શકશે ?
આ પ્રમાણે હાહાકાર કરતા એ દેવતાઓના હૃદય શતધા (સો કટકામાં) ભેદાઈ જતાં નથી એજ વિચિત્ર છે. (તેમનાં એવાં કરૂણ રૂદન પ્રમાણે તો એમ થવું જ જોઈએ.) આ પ્રમાણે દેવગતિને વિષે પણ સુખ નથી જ. કારણ કે ચૂલા સર્વત્ર માટીના જ હોય છે. માટે એ દુઃખનો ક્ષય કરવાને, સંસારરૂપી સમુદ્રનો પાર પમાડવાને સમર્થ એવો નૌકા સમાન ધર્મ આશ્રય કરવા યોગ્ય છે. એ ધર્મ, લોક અને અલોક એવા બે ભેદથી જેમ આકાશ, તેમ મુનિધર્મ અને શ્રાદ્ધધર્મ એવા ભેદે બે પ્રકારનો છે. એમાં મુનિધર્મ ક્ષમા-માનત્યાગ-આર્જવ-લોભનો નિગ્રહતપ-સંયમ-સત્યતા-શૌચ-દ્રવ્યવિર્વજન-અને અબ્રહ્મનો ત્યાગ (બ્રહ્મચર્યનું પાલન) એમ દશ પ્રકારે છે; અને બીજો જે શ્રાદ્ધધર્મ તે, પાંચ અણુવ્રતે કરીને, ત્રણ ગુણવ્રત કરીને અને ચાર શિક્ષાવ્રત કરીને, બાર પ્રકારે છે. એમાં પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો દેશથી ત્યાગ કરવો એ પાંચ અણુવ્રત.
આ પાંચ અણુવ્રતમાંના પહેલા અણુવ્રતમાં, વધ-બંધન-છવિ છેદઅતિભારારોપણ-તથા ભાપાનનો વ્યવચ્છેદ એ અતિચારો છે. વળી કન્યા-ગાય-ભૂમિ સંબંધી અસત્ય બોલવું, પારકી થાપણ ઓળવવી અને કુટસાક્ષી પૂરવી એ પાંચ વિશેષતઃ અસત્ય છે અને કોઈની ગુપ્ત વાત સહસા ઉઘાડી પાડવી, મૃષા ઉપદેશ દેવો અને કુટલેખ ઉત્પન્ન કરવો એ સર્વ બીજા અણુવ્રતના અતિચારો છે. વળી ખરી વસ્તુને બદલે બીજી એના જેવી બનાવટી વસ્તુ આપવી, ચોરીનો માલ લેવો, ચોરી કરાવવી, વૈરિના રાજ્યમાં જવું અને અસત્ય માન કે તુલા રાખવાં એ સર્વ ત્રીજા અણુવ્રતના અતિચારો છે. હવે ચોથું અણુવ્રત જે અબ્રહ્મવિરતિપણું તેને વિષે શ્રાવક બે પ્રકારનો હોય (૧) પોતાની જ સ્ત્રીને વિષે સંતોષ માનનારો અથવા (૨) બીજાની સ્ત્રીના ત્યાગવાળો; એણે વિધવા-વેશ્યાઅનંગક્રીડા-કામનો તીવ્રરાગ તથા પરવિવાહ એ સર્વનો ત્યાગ કરવો. (એ ચાર અણુવ્રત સમજાવ્યા પછી હવે પાંચમું કહેવાને માટે પરિગ્રહનો
૧૨૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)