Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કોતરીને પરાણે ખવરાવવામાં આવે છે. આમ થવાથી જ્યારે તેઓ, નાથ ! નાથ ! રક્ષણ કરો' એમ કરૂણસ્વરે રૂદન કરે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે-હે પાપી જીવો ! તમે પણ તમારાથી ભય પામતા એવા નિર્દોષ પ્રાણીઓનો ઘાત કરીને તેમનું માંસ ખાતા હતા એ તમે ભૂલી ગયા કે ? અથવા તો આ લોકમાં આપણે જેવું પારકાનું ચિંતવીએ છીએ તેવું જ આપણને થાય છે.
સ્વયમેવ દુઃખી એવા નારકીના જીવોને આ કદર્થના, અન્ય પામર જીવોને જ્વરને વિષે હેડકી થાય છે તેવી થાય છે. આવા અસાધારણ દુ:ખોમાંથી છૂટીને તેઓ બીજા-એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય પર્યન્ત ભવ પામે છે, અને અતિ અજ્ઞાનદશાને લીધે, વાદને વિષે કુવાદી જ જેમ, તેમ, સામર્થ્ય રહિત હોઈને અત્યંત શિક્ષા પ્રાપ્તિરૂપ ગૃહ(ધર) પ્રત્યે પામે છે. ત્યાં પણ તેમને કાયસ્થિતિનો અન્ન લાવવાની ઈચ્છાને લીધે જ જાણે ભેદન–છેદ-ઘાત આદિ અનંત દુઃખ-પરંપરા ભોગવવી પડે છે. પછી જાણે સ્થાન-અજીર્ણતાને લીધે જ હોય નહીં તેમ તેઓ અનન્ત કાળે એ એકેન્દ્રિયાદિ ભવનો ત્યાગ કરીને પંચેન્દ્રિય પશુ યોનિને વિષે આપે છે. ત્યાં પણ તેમને, શેત્રુંજની બાજીને વિષે સોગઠીઓને જ જેમ, તેમ, બહુધા પાશતંત્ર-રજુ-જાળ આદિ બંધનોથી બાંધે છે; અને સર્ષવથી શાકિનીને જ જેમ, તેમ, તેમને આર-અંકુશ-ચાબુક-લાકડી પ્રમુખથી નિર્દયપણે માર મારે છે.
વળી દરજી જેમ કાતર વતી વસ્ત્રો કાતરે છે તેમ તેમનાં ગળાં, કંબળ-પૃષ્ટાગ્ર-વૃષણ-શ્રવણ આદિ અંગોને વિષે તેઓ કાપ મૂકે છે. એટલું જ નહિ, પણ તેમને જિનેશ્વર આદિની આશાતના કરનારા જીવો પર જેમ કર્મનો ભાર, તેમ ભૂખ્યા અને તરસ્યા કંઠ અને પીઠ પર મોટા ભાર ભરવામાં આવે છે. વળી જ્યારે તેઓ નવું એવું યૌવના પામે છે ત્યારે નિર્દય લોકો તેમને દમન કરવાની ઈચ્છાથી, ઋણી જનની પાસે જ જેમ, તેમ, તેમની પાસે લાંઘણો કરાવે છે. અને એમના જેવા નિરાશ્રિતોને પ્રલયકાળના અગ્નિની સમાન જ્વાળાવાળા વનિવડે, શબ્દ કરતા વેણુની પેઠે, ભસ્મ કરી નાખે છે. પોતે સુધા અને તૃષાથી પીડાતા
૧૨૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)