Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
છે. અથવા તો શ્વાનના પૂચ્છને નળીને વિષે નાંખો તો પણ એ પોતાનો વક્રભાવ છોડતી નથી; અને લીંબડાના વૃક્ષને (પાણીને બદલે) દુધ પાઓ તો પણ તે મધુર થતું નથી. તે પોતે રાત્રિદિવસ મુખમાં પાણી આવે એવાં મિષ્ટાન્નપાન જમે છે; તેથી વંધ્યા સગર્ભાની પીડા ન જાણે તેમ, પોતે બીજાનું દુઃખ જાણતો નથી. એણે મને વારંવાર આમંત્રણ કરી કરીને આ પ્રમાણે સુધાએ મારી નાંખ્યો; હવે જીવીશ ત્યાં સુધી એને ત્યાં નહીં જાઉં; હવે ‘ગંગદત્ત પુનઃ કુપને વિષે નહીં આવે.
ક્રોધને લીધે જેનાં ભાવચક્ષુ જતાં રહ્યાં છે એવા એ તપસ્વીએ કુગતિનું હેતુભૂત એવું નિદાન (નિયાણું) કર્યું કે “હું એનો વધ કરનારો થાઉં”; અથવા તો નિર્બળ પુરુષો નિષ્કરૂણ હોય છે. અહો ! એણે નિષ્પયોજન કષ્ટ વેક્યું એણે તપશ્ચર્યા જ શા માટે કરી ? અથવા તો બાળતપસ્વીનું પુણ્ય પાપના અનુબંધને અર્થે થાય છે. નિરભિમાની રાજાને પશ્ચાત્તાપ તો ઘણો થયો; પણ લજ્જાને લીધે, એ તપસ્વીની ક્ષમા માગવાને હવે ચોથીવાર આવ્યો નહીં; કારણ કે લજ્જા કુલીનજનોને સદા નીચું જોવરાવે છે.
હવે કેટલેક કાળે એ તપસ્વી મૃત્યુ પામીને અ૫દ્ધિક વ્યંતર થયો. પણ આવાં ક્રોધાતુર મનવાળા તપસ્વીઓને મન તો એ પણ ઘણું છે. સુમંગળરાજાએ પણ નિરંતર રાજયનું પરિપાલન કરી પર્યન્તકાળે તે સર્વ તૃણની પેઠે ત્યજી દઈને તાપસી દીક્ષા ગ્રહણ કરી. કારણ કે સંતજનો ભોગને વિષે સદાકાળ લુબ્ધ રહેતા નથી. પછી એ (રાજા) ત્યાં પણ પોતાનો તાપમાચાર સારી રીતે પાળી, વિશુદ્ધલેશ્યા સહિત આયુષ્ય પૂર્ણ કરીને પુરુષોની ગતિ (સગતિ)ને પામ્યો; તે જાણે વૈરના અનુબંધનો નાશ કરવાને જ હોય નહીં ! અનુક્રમે એ સુમંગળનો જીવ ત્યાંથીàવીને શ્રેણિકરાજા થયો. એણે રાજ્યલક્ષ્મીને બહુ લાડ લડાવ્યાં હતાં તેથી જ જાણે એ લક્ષ્મી અહીં પણ એની સાથેને સાથે જ રહી. કેટલાક
૧. પંચતંત્રમાં ગંગદત્ત દેડકાની એક વાર્તા છે તેને ઉદેશીને આ કહ્યું છે. ગંગદત્ત પણ એમ છેતરાઈ ગયો હતો તેથી તે છેવટ બોલ્યો હતો કે પત્ત: पुनरेति कूपम्। અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૯૧