Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જળ બહુ દુષ્યપ્રાપ્ય છે-મળતું નથી. (૮) “ચારી' એટલે સુંદર પુરુષને વિષે સ્ત્રી બહુ મોહ પામે છે-સુંદર પુરુષને જોઈને એનો અપ્પ-આત્મા મૂઢ બની જાય છે.
એ પ્રમાણે મેઘકુમાર પ્રેમની શાળારૂપ એવી પોતાના પ્રિયાઓની સંગાથે પ્રશ્નોત્તરાદિએ કરીને સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.
શ્રેણિક રાજાને અનુક્રમે જુદી-જુદી રાણીઓથી નંદિષેણ-કાળ પ્રમુખ શુરવીર પુત્રો થયા; કારણ કે સિંહના પુત્ર સિંહ જ હોય છે. તે કૃણિત. આદિ સર્વ પુત્રોને તેણે રાજકન્યાઓ પરણાવી. કારણ કે પુત્રને વિષે પિતાનો મનોરથ શું કદિ પણ ન્યૂન હોય છે ? પછી અભયકુમારે પોતાના ભાઈઓને સાથે લઈને અશ્વમેલન આદિ ક્રીડાઓમાં કેટલાક દિવસ નિર્ગમન કર્યા.
- એવામાં એકદા જેમણે પોતાના ગુરુજનના આગ્રહથી ગૃહસ્થાશ્રમને વિષે રહી પછી સકળ સામ્રાજ્યને તૃણની પેઠે ત્યજી દઈને પ્રવજ્યા ગ્રહણ કરી હતી, જેમણે પોતે નિઃસંગ છતાં પણ પોતાનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર બ્રાહ્મણને આપી દીધું હતું, જેમણે પોતે અનન્તવીર્યવાળા છતાં પણ મહા મહા ઉપસર્ગો સહન કર્યા હતા, જેમણે સર્વ ઘાતિકર્મનો નાશ કરીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી; વળી જેમની સમીપે દેવતાઓ કિંકરની પેઠે લુંઠન કરતા હતા; જેમનું શરીર સુગંધમય તથા રોમપ્રસ્વેદથી રહિત હતું; જેમનું રૂધિર ક્ષીરધારા સમાન અને માંસ પાંડુર હતું; જેમના આહાર-વિહાર ચર્મચક્ષુવાળાઓને (માનવીઓને) અદેશ્યા હતા; જેમનો નિ:શ્વાસ સુગંધમય હતો; આવા જન્મની સાથે જ પ્રાપ્ત. થયેલા અતિશયોના ધણી, કે જેમના કેશ-રોમ-નખ અને શ્મશ્ન કદાપિ વૃદ્ધિ ન પામતાં એ જ સ્થિતિમાં રહેતા હતા; અને જેઓ, આકાશને વિષે જેમ સૂર્ય તેમ, પૃથિવીને વિષે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરતા હતા; એવા દાક્ષિણ્યનિધિ શ્રી મહાવીર ભગવાન નાના પ્રકારના નગરગ્રામ આદિથી પૂરાયેલી એવી ધરણીને વિષે પોતાની વાણીથી ભવ્યજનોરૂપ. કમળોને પ્રબોધ પમાડતા વિચરતા વિચરતા, જાણે શ્રેણિકરાજા વગેરેના ઉત્કૃષ્ટ ભાગ્યોદયથી આકર્ષાઈને જ હોય નહીં તેમ રાજગૃહ નગરી
૧૧૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)